રિસેપ્શનમાંથી રોકડા ૫૦,૦૦૦ રૂપિયાની તફડંચી

અંધેરી રેક્રીએશન ક્લબમાં બની ચોંકાવનારી ઘટના : જાનની સાથે જ બે બાળકો સાથે લગ્ન્ામાં ઘૂસી ગયેલા અપ-ટુ-ડેટ માણસે હાથફેરો કર્યો

reciaption



લગ્નની મોસમ જોરમાં ચાલી રહી છે. એની સાથે લગ્નમાં સાજનમાજન સાથે સારાં કપડાંમાં ઘૂસીને લૂંટ કરવાના બનાવો પણ વધી રહ્યા છે. આવી જ એક ગૅન્ગે પાંચ ફેબ્રુઆરીએ અંધેરી રેક્રીએશન ક્લબમાં હાથ મારીને વર-કન્યાને સ્ટેજ પર મળેલી ૫૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. 

વિલે પાર્લે‍માં રહેતા અને પોતાની ઍડ-એજન્સી ચલાવતા ગુજરાતીની પુત્રીનાં શુક્રવારે લગ્ન હતાં. બપોરના જાનની સાથે જ એક વ્યક્તિ બે બાળકો સાથે સારાં કપડાં પહેરીને લગ્નમંડપમાં ઘૂસી ગઈ હતી. તેને દિવસભર કોઈ મોકો મળ્યો નહોતો, પરંતુ રાતના રિસેપ્શનમાં તેમને મોકો મળતાં જ સ્ટેજ પર જમા થયેલી વર-કન્યાની ભેટની રકમની થેલી લઈને આ વ્યક્તિ પલાયન થઈ ગઈ હતી.

આ વિશેની માહિતી આપતાં કન્યાના પિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ગૅન્ગ ખૂબ જ ચાલાક હતી. તેમનાં કપડાં અને ચહેરા પરથી આપણને સહેજ પણ અંદાજ ન આવે કે તેઓ લૂંટારા છે. સવારે મારી દીકરીનાં લગ્ન ક્લબની લૉનમાં રાખવામાં આવ્યાં હતાં. આ વ્યક્તિઓ એ સમયથી જ લગ્નમાં અન્ય સાજનમાજન સાથે ઘૂસી ગઈ હતી. રાતના સાડાઆઠથી સાડાઅગિયાર વચ્ચે મારી દીકરીનું રિસેપ્શન હતું. એ સમયે બન્ને પક્ષના સ્નેહી-સ્વજનો તેમને મળવા સ્ટેજ પર આવતા હતા. તેમના દ્વારા મળેલી ભેટની રકમ એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકતા હતા. ભીડનો લાભ લઈને આ લૂંટારા પ્લાસ્ટિકની થેલીમાં અમે ભેટની રકમનાં કવરો રાખ્યાં હતાં એ લઈને જતા રહ્યા હતા.’

આ આખી ઘટના લગ્નના વિડિયો-કૅમેરામાં કેદ થઈ ગઈ હતી એમ જણાવતાં કન્યાના પિતાએ કહ્યું હતું કે ‘આ વિડિયોમાં એક શંકાસ્પદ વ્યક્તિ સ્ટેજ પરથી પ્લાસ્ટિકની થેલી લઈને જતી દેખાઈ રહી છે. વિડિયોમાં આખી ફિલ્મ જોતાં આ ગૅન્ગ બપોરના જાન આવી ત્યારથી જ અપ-ટુ-ડેટ કપડાં પહેરીને અંદર આવી હતી. તેમની શંકાસ્પદ હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે. અમે આ શંકાસ્પદ વ્યક્તિના ફોટોગ્રાફ્સ અમારા ડેકોરેટર અને કેટરરને બતાવ્યા હતા. તેમણે આ વ્યક્તિઓ તેમની સાથે સંકળાયેલી હોવાનો ઇનકાર કયોર્ હતો. એટલે અમે આ બાબતની ફરિયાદ ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં કરી હતી. પોલીસને અમે અમારા વિડિયો-કૅમેરામાં ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા. પોલીસ આ બાબતની વધુ તપાસ કરી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK