પબ્લિકની માગણી : હવે તો તમે જાગો અને ગેરકાયદે પાર્કિંગ થતું અટકાવો

સાંતાક્રુઝમાં રસ્તાની વચ્ચે કરવામાં આવતા પાર્કિંગને લીધે મોટા ભાગનો રસ્તો બ્લૉક

illegal parking



ઉર્વી શાહ

સાંતાક્રુઝ-વેસ્ટમાં સ્ટેશન પાસે ફેરિયાઓ તથા ગેરકાયદે કરવામાં આવતા પાર્કિંગને કારણે અહીંથી વેહિકલોને નીકળવામાં ભારે ત્રાસ થાય છે. પાર્ક થતાં વેહિકલોથી જ અડધો રસ્તો બ્લૉક થઈ જવાથી એ સાંકડો બની જાય છે એટલે પસાર થતાં બીજાં વેહિકલોને નીકળવા ખાસ્સો સમય લાગતાં અહીં ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાય છે. આ બાબતે ટ્રાફિક-પોલીસ કંઈ જ ઍક્શન ન લેતી હોવાની ફરિયાદ રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

હર્ષદ શાહે આ વિશે ફરિયાદ કરતાં મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તા પર આમ પણ ચાલવાની જગ્યા પૂરતી મળતી નથી. એમાં વળી ફેરિયાઓ અને હેવી વેહિકલો રોડ પર ઊભાં રહી જતાં હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને કારણે આખો રસ્તો ભરાઈ જાય છે. એવામાં રાહદારીઓ ચાલે તો પણ ક્યાંથી? એક સાઇડમાં ફેરિયાઓ હોય અને બીજી સાઇડમાં ટેમ્પો અને ગાડીઓ પાર્ક થયાં હોય અને વચ્ચેથી અન્ય વેહિકલો માંડ-માંડ પસાર થતાં રસ્તો સંપૂર્ણપણે ભરાઈ જાય છે. આવા વ્યસ્ત રોડ પર ઊભેલાં ગેરકાયદે વેહિકલો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. અહીં અમુક દુકાનોનો માલ લોડિંગ કે અનલોડિંગ થતો હોય ત્યારે કલાકો સુધી ટેમ્પો રોડ વચ્ચે ઊભેલો હોય છે. એ કારણે પણ અહીં ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. ટ્રાફિક-પોલીસ પણ પૂરતી ઍક્શન ન લેતાં ક્યારેક તો લાગે છે કે એ પણ આવા લોકો સાથે ભળેલી છે એટલે જ અહીં ક્યારેય કોઈ પ્રકારની ઍક્શન લેવાતી જ નથી. વષોર્થી લોકોને આ સમસ્યા સતાવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે હજી સુધી આ સમસ્યાનો નિવેડો  આવ્યો ન હોવાથી રાહદારીઓ તેમ જ અન્ય વાહનચાલકોને સહન કરવું પડે છે. એને માટે ટ્રાફિક-પોલીસ પણ એટલી જ જવાબદાર છે. તેમના ઢીલા વલણને કારણે જ આજે આ સમસ્યા આટલી હદે વધી ગઈ છે.’

અન્ય એક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારી દુકાનની આગળ ભારે વાહનો પાર્ક કરેલાં હોય છે જેને કારણે અમને અમારાં વાહનો પાર્ક કરવાની પૂરતી જગ્યા મળતી નથી. કેટલીયે વાર અન્ય દુકાનોનો સામાન લોડિંગ કે અનલોડિંગ થતો હોવાથી કલાકો સુધી ટૅમ્પો રસ્તા વચ્ચે જ પાર્ક થતો હોય છે જેને કારણે અમને ક્યારેક અમારા સામાનની ડિલિવરી કરવી હોય તો ભારે પડી જાય છે. અહીં ટ્રાફિક- પોલીસ કોઈ ઍક્શન લે એ ખૂબ જ જરૂરી બની ગયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK