રોડ પર ગાડીમાં વેચાતી દવાઓને રોકવામાં પ્રશાસન કેમ પાછળ ?

રસ્તા પર કાર પાર્ક કરી એમાં વેચવામાં આવતી આયુર્વેદિક દવાઓ.

roadside medicine



ઉર્વી શાહ

વિલે પાર્લે-ઈસ્ટમાં તેજપાલ રોડ પર છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને દવાઓ વેચતી કાર રસ્તાની વચ્ચે ઊભી રહે છે. રોડ પર ઊભી રહેતી આ કારમાં જડીબુટ્ટીઓ તેમ જ દવાઓ ગોઠવી ડૉક્ટરની સલાહ વગર આયુર્વેદિક દવાના નામે બૉટલમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક તો રસ્તાની વચ્ચે જ ગાડી પાર્ક કરી દવાઓનું વેચાણ કરવામાં આવે છે અને એ પણ કોઈ ડૉક્ટરની સલાહ વગર. જો કોઈ નિરક્ષર વ્યક્તિ આ દવાઓ લે અને કોઈ આડઅસર થાય તો જવાબદાર કોણ રહેશે? આવી આયુર્વેદિક દવાઓ વેચતી કારને પ્રશાસને વહેલી તકે હટાવવી અનિવાર્ય છે.

આ બાબતે બકુલેશ વોરાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તા પર ગમે એ જગ્યાએ જે-તે દવાઓ વેચતા લોકોને હટાવવામાં પ્રશાસન કેમ આંખ આડા કાન કરે છે? નિષ્ણાત ડૉક્ટરની સલાહ વગર વેચાતી દવાઓનું વેચાણ રોકવા કડક પગલાં ભરાવાં જ જોઈએ. રોગોથી પીડાતા કેટલાય લોકો આડઅસર વગરની આયુર્વેદિક દવાથી થતા લાભની લોભામણી ઑફરોમાં દવાની ખરીદી કરતા હોવાથી તેમના પૈસાનું પાણી થઈ જાય છે, સાથોસાથ તકલીફો પણ સહન કરવી પડતી હોય છે. રસ્તા પર આયુર્વેદિક દવાના નામે નિષ્ણાતના માર્ગદર્શન વગર વેચાતી સસ્તી દવા લેવાથી ઘણા લોકો છેતરાતા હોય છે. આમ ન બને એ માટે રસ્તા પર ઊભા રહી આયુર્વેદિક દવાઓ વેચનારાઓને હટાવવા પ્રશાસને પગલાં ભરવાં જોઈએ.’

વધુમાં બકુલેશ વોરાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિ જે-તે વસ્તુનું વેચાણ કરે એ વિશે પબ્લિક ફરિયાદ કરે એ પહેલાં પ્રશાસને તેને હટાવવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ, કારણ કે કારમાં જડીબુટ્ટીઓનું વેચાણ કરે છે તે કોઈ નિષ્ણાત આયુર્વેદિક ડૉક્ટર નથી. પરવાનગી વગર જે-તે જગ્યા પર ઊભા રહી જડીબુટ્ટી વેચતા લોકોને હટાવવા સુધરાઈ તેમ જ પોલીસ દ્વારા ખાસ પગલાં ભરવાની જરૂર છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન કરે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK