અગલા સ્ટેશન... રામ મંદિર

થોડાક જ મહિનાઓમાં જોગેશ્વરી અને ગોરેગામ વચ્ચે નવું ઓશિવરા સ્ટેશન શરૂ થવાનું છે ત્યારે BJP અને શિવસેનાના નેતાઓ કહે છે કે એનું નામ રામ મંદિર સ્ટેશન હોવું જોઈએ


The Oshiwara station is expected to become operational this November. Pic/Sayyed Sameer Abedi


The under-construction station. Pic/Sayyed Sameer Abedi

વરુણ સિંહ

વેસ્ટર્ન રેલવેની સબર્બન લાઇનમાં ગોરેગામ અને જોગેશ્વરી વચ્ચે ઓશિવરા રેલવે-સ્ટેશન શરૂ થવાની ઘણા વખતથી રાહ જોવાઈ રહી છે, પરંતુ હવે એ સ્ટેશનના ઉદ્ઘાટનના દિવસો નજીક છે ત્યારે ઉત્તર મુંબઈના BJP અને શિવસેનાના નેતાઓ એ સ્ટેશનને રામ મંદિર નામ આપવાની માગણી કરી રહ્યા છે. એ માગણી સાથે રાજ્ય સરકારનાં પ્રધાન અને સ્થાનિક વિધાનસભ્ય વિદ્યા ઠાકુર અને શિવસેનાના સ્થાનિક સંસદસભ્ય ગજાનન કીર્તિકર રેલવેપ્રધાન સુરેશ પ્રભુ અને ગૃહપ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળી ચૂક્યાં છે.

નવેમ્બર મહિનામાં ઓશિવરા

રેલવે-સ્ટેશન સક્રિય થવાની શક્યતા છે, પરંતુ ગોરેગામમાં ઈસ્ટ અને વેસ્ટને જોડતા બ્રિજને મૃણાલ ગોરેનું નામ અપાયા પછી ઓશિવરાને રામ મંદિર નામ આપવાની માગણી જોર પકડી રહી છે. વિદ્યા ઠાકુરે બે અઠવાડિયાં પહેલાં ઓશિવરા સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધા પછી ત્યાં મુકાયેલા હોર્ડિંગ પર ‘રામ મંદિર સ્ટેશન’ નામ લખવામાં આવ્યું છે. એ બાબતે વિદ્યા ઠાકુરે જણાવ્યું હતું કે ‘જ્યાં સ્ટેશન બંધાયું છે એ વિસ્તાર રામ મંદિરના નામે વિખ્યાત છે. આપણે રેલવે-સ્ટેશનને ભગવાન રામનું નામ શા માટે ન આપી શકીએ? આ બાબતમાં રાજ્ય સરકારે આગેવાની લેવાની છે. અમે આ બાબતની જાણ મુખ્ય પ્રધાનને પણ કરી છે.’

A hoarding, featuring minister of state Vidya Thakur, put up two weeks ago outside the Oshiwara station, which already rechristened the premises Ram Mandir railway station


Two weeks ago, when Vidya Thakur, local MLA from Goregaon,  visited the site, she was greeted by a hoarding that already called it the Ram Mandir station


સ્થાનિક સંસદસભ્ય ગજાનન કીર્તિકરે પણ આ મુદ્દો ઊભો કર્યો છે. તેમણે નવા સ્ટેશનનું નામ બદલવા બાબતે કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને રેલવેપ્રધાન સુરેશ પ્રભુ સાથે ચર્ચા કરી હોવાનો દાવો કર્યો છે. ગજાનન કીર્તિકરે એ જગ્યાના જૂના રેકૉર્ડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ‘સ્ટેશન જ્યાં બંધાયું છે એ જગ્યા લૅન્ડ-રેકૉડ્ર્સમાં રામ મંદિરના નામે ઓળખાય છે. આ ધાર્મિક બાબત ન હોવાથી એને એ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. બસડેપોથી રોડ સુધી આખો વિસ્તાર રામ મંદિર નામે ઓળખાય છે. સ્થાનિક લોકો પણ એનો એ જ નામે ઉલ્લેખ કરે છે. એ ચોક્કસ વિસ્તારમાં ઓશિવરાને બદલે રામ મંદિર વધારે લોકપ્રિય નામ છે. તેથી અમે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને એ સ્ટેશનનું નામ અગાઉ નક્કી કરાયેલા ઓશિવરાથી બદલીને રામ મંદિર કરવાની વિનંતી કરી છે.’

ram mandir


ગજાનન કીર્તિકરે આ મુદ્દો સંસદમાં પણ ઉપસ્થિત કર્યો હતો.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે ‘સ્ટેશનના નામકરણનો નિર્ણય રેલવેતંત્ર આપમેળે ન લઈ શકે. એ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્રના ગૃહ-વિભાગે નિર્ણય લઈને નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે અને એ રીતે રેલવેતંત્રને નામ બદલવાની સલાહ આપવાની હોય છે.’ રેલવેના સિનિયર અધિકારીએ એવો દાવો કર્યો હતો કે હાલમાં આ પ્રોજેક્ટને ઓશિવરા નામ અપાયેલું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK