લગ્નના 3 જ મહિનામાં રહસ્યમય મોત

અંધેરીના ગુજરાતી યુવાન મુકુંદ બોરીચાએ આવું પગલું ભરતાં પહેલાં રાતના ત્રણ વાગ્યે મમ્મીને ફોન કરીને મન હળવું પણ કર્યું : પપ્પાને આ આત્મહત્યાનો કેસ હોય એમાં શંકા લાગે છે

suicide



પ્રીતિ ખુમાણ ઠાકુર

લગભગ ત્રણ મહિના પહેલાં કોર્ટમાં લગ્ન કરીને અલગ રહેવા ગયેલા મુકુંદ બોરીચાએ અચાનક જ ઘરમાં કોઈ નહોતું ત્યારે રવિવારે સાંજે સુસાઇડ કરીને જીવન ટૂંકાવ્યું હોવાના સમાચારથી તેનાં અંધેરીમાં રહેતાં મમ્મી-પપ્પા અને પરિવારને આઘાત લાગ્યો છે. આ ઘટનાને કારણે તેનાં મમ્મી-પપ્પાની હાલત કફોડી થવાની સાથે ભારે આંચકો લાગ્યો હોવાથી તેમની તબિયત લથડી ગઈ છે. અંધેરી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ગઈ કાલે મુકુંદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 અંધેરી (ઈસ્ટ)માં ચકાલા સિગારેટ ફૅક્ટરી વિસ્તારમાં આવેલી દેવલવાડીમાં વિનોદ બોરીચા તેમની પત્ની, મોટા દીકરા અને નાની દીકરી સાથે રહે છે. તેમના ૨૬ વર્ષના બીજા નંબરના દીકરા મુકુંદ અને અંધેરી (ઈસ્ટ)માં જ રહેતી એક યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોવાથી વર્ષ પહેલાં પરિવારે તેમની સગાઈ કરાવી હતી. જોકે પૈસાની સગવડ ન હોવાથી અને મોટા દીકરાનાં લગ્ન બાકી હોવાથી મુકુંદનાં લગ્ન પછીથી કરીશું એવું પરિવારજનો વિચારી રહ્યા હતા. મુકુંદ એક પ્રાઇવેટ કંપનીમાં પોતાની કાર ભાડા પર ચલાવે છે.

 લગ્ન કરીને મુકુંદ ભાડા પર રહેવા ગયો હતો એમ જણાવીને તેના પપ્પા વિનોદ બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૈસાની સગવડ કરવાથી લઈને મુકુંદ પહેલાં તેના મોટા ભાઈનાં લગ્ન કરવાનું અમે વિચારતા હતા. એવામાં તેણે લગભગ ત્રણ મહિના પહેલાં કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં. કોર્ટ-મૅરેજ કરીને તે અંધેરી (ઈસ્ટ)માં અમારા ઘર પાસે આવેલા બાવનપાડા વિસ્તારમાં ભાડા પર રહેવા ગયો હતો. અચાનક અમારો દીકરો દૂર થઈ જતાં અમે દુખી થયા, પણ એમાં તેની ખુશી હોવાથી અમે પણ એ જોઈને ખુશ રહેતા હતા.’

સુસાઇડનું પગલું ભરવા પહેલાં મુકુંદે તેની મમ્મીને મોડી રાતે ફોન કર્યો હતો એમ જણાવીને વિનોદભાઈએ કહ્યું હતું કે ‘મુકુંદે શનિવારે મોડી રાતે ત્રણ વાગ્યે તેની મમ્મીને ફોન કર્યો હતો. તે ખૂબ જ ભાવુક અને ચિંતામાં હતો. ટેન્શનમાં તેણે મમ્મીને કહ્યું હતું કે તેની વાઇફ તેને બે-ત્રણ દિવસ પહેલાં છોડીને જતી રહી છે. તેમની વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડા થતા હતા અને રક્ષાબંધનમાં મુકુંદ તેની મમ્મી અને બહેનને મામાને ત્યાં લઈ ગયો હોવાથી બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ટેન્શનમાં હોવાથી તેની મમ્મીએ તેને કહ્યું કે તું ઘરે એકલો ન રહે અને અહીં આવી જા. આમ તો દીકરો લગ્ન બાદ એકલો રહેવા ગયો ત્યારથી જ અમે ચિંતામાં હતા, પણ આ રીતે તેણે ટેન્શનમાં ફોન કર્યો હોવાથી અમે વધુ ચિંતિત થઈ ગયા હતા. શનિવારે રાતે ફોન કર્યો અને રવિવારે તો અમને આ સમાચાર મળ્યા હતા.’

એવું તે શું થયું કે તેણે આવું પગલું ભર્યું એ પ્રશ્ન અમને રાહતનો શ્વાસ લેવા દેતો નથી એમ જણાવીને વિનોદભાઈએ કહ્યું હતું કે ‘બન્ને વચ્ચે ઝઘડા થતા એ વાતનો તો અમને અંદાજ આવી ગયો હતો, પણ તે એવી કઈ પીડાથી પીડાઈ રહ્યો હતો કે તેણે આવું પગલું ભર્યું? જવાન દીકરાને આ રીતે ગયેલો જોઈને અમારી હાલત કહી શકાય એવી નથી. અમે તેની ડેડ-બૉડી જોઈ ત્યારે લોખંડના હુકમાં પાતળી રસ્સી હતી, તે જમીન પર ઘૂંટણે બેસેલો હતો અને રસ્સીની અંદર તેના હાથ હતા. આવી પરિસ્થિતિમાં જોઈને અમને કંઈ અજબ પણ લાગી રહ્યું હતું. સુસાઇડ કરે તો આવી હાલત હોઈ શકે ખરી? તેના ઘરની હાઇટ પણ વધારે છે છતાં કોઈ ટેબલ વગેરે આસપાસ નહોતું. એથી પોલીસ કેસની યોગ્ય તપાસ કરીને હકીકત બહાર લાવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.’

પરિવારજનો આઘાતમાંથી બહાર આવી શકતા નથી એમ જણાવીને વિનોદભાઈએ કહ્યું હતું કે કે ‘અમે ખૂબ સાદગીથી જીવન જીવીએ છીએ. પોલીસ-સ્ટેશનથી તો અમે હંમેશાં દૂર રહીએ છીએ. એવામાં અમારા દીકરાને આવી રીતે મૃત્યુ પામેલો જોઈને એમ થાય છે કે ભગવાને અમને કેમ ન લઈ લીધા. દેખાવે સુંદર દીકરાના અંતિમ સંસ્કાર કરતી વખતે એમ થતું હતું કે તે હમણાં ઊભો થઈ જશે. આ ઘટના અમારા માટે ખૂબ જ આઘાતજનક છે અને એમાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ છે. ગઈ કાલે થયેલા અંતિમ સંસ્કારમાં મુકુંદની પત્ની આવી નહોતી તેમ જ તે હાલમાં ક્યાં છે એ પણ અમને ખબર નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK