અંધેરીની સ્કૂલમાં ૧૦ વર્ષની બાળકીને પાંચમા ધોરણમાં બેસવા ન દેવામાં આવી

શિક્ષણના અધિકારના કાયદાની ઐસીતૈસી 

Sri Satya Sai Vidya Mandir in Andheri told 10-year-old Swati Kamble she could not attend Std V as she had not passed the school test, even though the RTE Act makes it clear that no child can be held back till Std VIII. Pic/Prabhanjan Dhanu

પલ્લવી સ્માર્ત

સરકારના બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અને શિક્ષણના અધિકારના કાયદા છતાં અનેક સ્કૂલોમાં કાયદાની ઐસીતૈસી કરવામાં આવે છે. ઉનાળાના વેકેશન પછી ગયા અઠવાડિયે સ્કૂલો ફરી ખૂલી ત્યારે સ્વાતિ કાંબળે નામની ૧૦ વર્ષની બાળકી અંધેરીની સ્કૂલ શ્રી સત્ય સાઈ વિદ્યા મંદિરના પાંચમા ધોરણના ક્લાસમાં બેસવા ગઈ ત્યારે તેને બેસવા દેવાઈ નહોતી, કારણ કે તે બાળકીએ એ જ સ્કૂલમાં ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં પ્રવેશની પરીક્ષા પાસ કરી નહોતી. રાઇટ ટુ એજ્યુકેશન (RTI)ના કાયદા હેઠળ સ્કૂલોમાં કોઈ પણ સ્તરે બાળકોના સ્ક્રીનિંગ પ્રોસેસ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં આવા કારણસર તે બાળકીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

બાળકીના પેરન્ટ્સ માંડ ચોથા ધોરણ સુધી ભણ્યા હોવાનું સ્કૂલના શિક્ષકો જાણતા હોવા છતાં પેરન્ટ્સ બાળકીને ઘરમાં ભણાવવામાં ઇન્ટરેસ્ટ લેતા નહીં હોવાનો આરોપ મૂકે છે. શિક્ષકો કહે છે કે તે બાળકી સહેજ પણ ભણતી નથી અને તેનું પર્ફોર્મન્સ સુધારવાની જરૂર છે.


શ્રી સત્ય સાઈ વિદ્યા મંદિરનાં પ્રિન્સિપાલ અસ્મિતા પરબે તે બાળકીની બાબતમાં જ

Swati with her mother and elder brother in front of Sri Satya Sai Vidya Mandir in Andheri

ણાવ્યું હતું કે ‘સ્કૂલ કેટલું કરી શકે? અમારી પ્રાઇવેટ સ્કૂલ છે. અમારે સારું પરિણામ બતાવવાનું હોય છે. દસમા ધોરણમાં સારા ટકા બતાવવાના હોય છે. સ્કૂલના અભ્યાસક્રમ જોડે તાલમેલ રાખી ન શકે અને ક્લાસમાં ચાલતા ભણતરને પહોંચી ન વળે તેવા વિદ્યાર્થીઓને અમે રાખી ન શકીએ. ય્વ્ચ્ને કારણે જ સ્વાતિ પાંચમા ધોરણ સુધી પહોંચી છે. પાંચમા ધોરણમાં જતાં પહેલાં બધા વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ ટેસ્ટ આપવાની હોય છે. એ ટેસ્ટમાં જે નાપાસ થાય તે વિદ્યાર્થી ઉપરના ધોરણમાં ન જઈ શકે.’

‘મિડ-ડે’ના રિપોર્ટરે નિયમો પ્રમાણે સ્ટુડન્ટ્સનું સ્ક્રીનિંગ ઉચિત નહીં હોવાનો ઉલ્લેખ કર્યો ત્યારે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ફક્ત અમારી સ્કૂલમાં નહીં બધી શિક્ષણ સંસ્થાઓમાં આવું ચાલે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK