સાંતાક્રુઝ ને વિલે પાર્લે સ્ટેશન પર પ્રવાસીઓ ત્રાહિમામ્

પ્લૅટફૉર્મ પર વચ્ચે પડી રહેલા કાંકરીઓના ઢગલાઓ, સામાન તથા ભરાઈ ગયેલા પાણીને કારણે ૫રેશાની


station water

પ્લૅટફૉર્મ પર પડી રહેલા કાંકરીઓના ઢગલાઓ તથા સામાન.


ઉર્વી શાહ


સાંતાક્રુઝ : સાંતાક્રુઝ રેલવે-સ્ટેશનના હાર્બર લાઇનનાં પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર ચાર મહિનાથી કાંકરીઓના ઢગલાઓ, ડ્રમ તથા અન્ય સામાન વચ્ચે જ પડી રહેલો છે. પ્લૅટફૉર્મ પર પડેલા આવા સામાનને કારણે ટ્રેનમાં ચડવા કે ઊતરવામાં કેટલીયે પરેશાની થઈ રહી હોવાની ફરિયાદ પ્રવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

આ બાબતે ફરિયાદ કરતાં જય વકીલનાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોજ અહીંથી ટ્રેનમાં પ્રવાસ કરતો હોવાથી જોઉં છું કે પ્લૅટફૉર્મ પર કાંકરીઓના ઢગલાઓ પ્રવાસીઓને નડતરરૂપ બન્યા છે. પ્લૅટફૉર્મ પર ફેલાયેલી આ કાંકરીઓ પ્રવાસીઓના પગમાં વાગે છે. જોકે પ્લૅટફૉર્મ પર મૂકેલો અન્ય સામાન પણ પ્રવાસીઓ માટે મુશ્કેલી સમાન જ છે. ટ્રેનમાં ચડવામાં કે ઊતરતી વખતે સામાન વચ્ચે આવવાથી વધુ પરેશાની થાય છે. એક તો પીક અવર્સમાં પ્લૅટફૉર્મ સાંકડું પડે છે ત્યારે આવો સામાન વચ્ચે પડ્યો હોવાથી પ્રવાસીઓને પૂરતી જગ્યા મળતી નથી. અહીં ચાર મહિનાથી મૂકેલા સામાનને તથા કાંકરીઓના ઢગલાઓને ખસેડી લેવામાં આવે તો સારું.’


station water

વિલે પાર્લેના પ્લૅટફૉર્મ-નંબર બે પર પડી રહેલો સામાન તથા ભરાયેલું પાણી.


station water



વિલે પાર્લે : વિલે પાર્લે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર બે પર પડી રહેલા સામાનને કારણે પ્રવાસીઓને અહીંથી ચાલવાની જગ્યા તો ઓછી મળે જ છે, પરંતુ મૂકેલા સામાનને કારણે એની આજુબાજુ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ રહી છે જેથી પ્રવાસીઓને જીવના જોખમે પ્લૅટફૉર્મના કિનારા પરથી પસાર થવું પડે છે. આથી પ્રવાસીઓના જીવને પણ જોખમ ઊભું થાય છે.

આ વિશે ફરિયાદ કરતાં ધર્મેશ ઝવેરીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોજ કંઈકેટલાય પ્રવાસીઓ અહીંથી અવરજવર કરતા હોય છે ત્યારે વરસાદમાં સ્ટેશન પર પ્રવાસીઓને પૂરતી સુવિધા ન મળે તો વધુ પરેશાની સહન કરવાનો વારો આવે છે. આમ પણ સ્ટેશનની બહાર વરસાદમાં અનેક સમસ્યા ઉદ્ભવતી હોય છે એમાં વળી સ્ટેશન પર પણ એ જ સમસ્યા હોય તો પરેશાની બેવડી થઈ જાય છે. અહીં પ્લૅટફૉર્મ પર દિવસોથી પડી રહેલા સામાનને કારણે એક તો ચાલવાની પૂરતી જગ્યા નથી મળતી. એમાં વળી જરા વરસાદ પડતાં પ્લૅટફૉર્મ પર પાણી ભરાઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં પસાર થનારા પ્રવાસીઓના સ્લિપ થઈ જવાના ચાન્સિસ પણ વધી જતા હોય છે. ભરાઈ રહેલા પાણીને કારણે લોકો પ્લૅટફૉર્મના કિનારા પરથી પસાર થતા હોય છે ત્યારે જો ટ્રેન આવે અને ધ્યાન ન રહે તો અકસ્માત પણ થઈ શકે છે. આટલી ગંભીર બાબત હોવા છતાં રેલવે-પ્રશાસન કંઈ જ પગલાં નથી ભરતું એ નવાઈ પમાડે એવી વાત છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK