હવેલીમાં દર્શન કરવા ગયેલા સાંતાક્રુઝના આ ગુજરાતી સિનિયર સિટિઝન પરિવારના યંગસ્ટરોની હોંશિયારીને લીધે મળી આવ્યા

જોકે તેઓ બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે


hemant bhai shah



સાંતાક્રુઝમાં આવેલા ખીરાનગરમાં રહેતા ૬૫ વર્ષના હેમંત શાહ બુધવારે બપોરે ઘરની નજીક રહેલી હવેલીમાં દર્શને ગયા બાદ ગુમ થયા હતા અને અંતે પરિવારના યંગસ્ટરોની હોંશિયારીને લીધે તેઓ મળી આવ્યા છે. જોકે અત્યારે તેઓ બેભાન હોવાથી વિલે પાર્લે‍ની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

હેમંતભાઈ કઈ રીતે મળ્યા એ વિશે માહિતી આપતાં તેમના રિલેટિવ કમલ મારફતિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમંતભાઈ ગુમ થયા હોવાનાં પોસ્ટર પરિવારના યંગસ્ટરોએ આસપાસનાં મંદિરો, હૉસ્પિટલ, હવેલી, સ્ટેશન પાસે લગાડ્યાં હતાં. એથી આ પોસ્ટર દ્વારા ઘણો ફાયદો થયો હતો. હેમંતભાઈને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હૉસ્પિટલવાળાઓએ હૉસ્પિટલમાં લગાડેલું પોસ્ટર જોતાં તેઓ હેમંતભાઈ હોવાનું કન્ફર્મ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.’

તેઓ ક્યાંથી મળ્યા એ વિશે કહેતાં કમલ મારફતિયાએ ઉમેર્યું હતું કે ‘હેમંતભાઈ હવેલીમાંથી નીકળ્યા અને વિલે પાર્લે‍ પાસે આવેલી સહારા હોટેલ તરફ જતા રહ્યા હતા. તેઓ ત્યાં રસ્તા પર બેભાન અવસ્થામાં જોવા મળતાં ત્યાંથી પસાર થતા લોકોએ એ વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેમને કૂપર હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે તેઓ ભાનમાં ન આવતાં ડૉક્ટરો કે પોલીસ તેમની પાસેથી કોઈ માહિતી નહોતા મેળવી શકતા. તેમને શોધવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંતે હૉસ્પિટલમાં પરિવારના યંગસ્ટરો દ્વારા લગાડેલા પોસ્ટર પર હૉસ્પિટલવાળાનું ધ્યાન જતાં તેમણે તરત પોલીસને જાણ કરી હતી તેમ જ પોલીસે અમને જાણ કરતાં અમે તરત હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. અંતે તેઓ અમને મળી તો ગયા છે, પણ અત્યાર સુધી તેઓ બેભાન હોવાથી સારવાર ચાલી રહી છે. અમે તેમને કૂપરમાંથી પાર્લાની આશા પારેખ હૉસ્પિટલમાં દાખલ કર્યા છે અને

તેઓ સારવાર લઈ રહ્યા છે. એથી તેઓ ત્યાં કઈ રીતે પહોંચ્યા અને રસ્તા પર બેભાન કેવી રીતે થયા એવી કોઈ જ માહિતી નથી મળી શકી. પરિવારના યંગસ્ટરો અને ‘મિડ-ડે’એ આપેલા સહકાર બદલ અમે બધા ખૂબ આભાર માનીએ છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK