અંધેરીની ઘટના ખરેખર આંખ ઉઘાડશે?

બ્રિજની ફુટપાથ તૂટી પડવાને લીધે વેસ્ટર્ન રેલવે પર અભૂતપૂર્વ બ્રેક લાગી ગઈ એને પગલે રેલવેએ જાહેર કર્યું છે કે એ ૪૪૫ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવશે, પણ મોટી દુર્ઘટનાઓ વખતે આવી જાહેરાતો થતી જ રહેતી હોય છે

andheri2

એલ્ફિન્સ્ટન બ્રિજની સ્ટેમ્પીડની ઘટના બાદ ફરી એક વખત મંગળવારે સવારે વરસાદને પગલે અંધેરીમાં ગોખલે બ્રિજની ફુટપાથ તૂટી પડતાં મુંબઈગરાનો શ્વાસ અધ્ધર થયો હતો. મંગળવારે સવારે સાડાસાત વાગ્યે અંધેરી ઈસ્ટ અને વેસ્ટને જોડતો ગોખલે બ્રિજની ફુટપાથનો ભાગ અચાનક તૂટી પડતાં મુંબઈની લાઇફલાઇન ગણાતી વેસ્ટર્ન રેલવેનો વ્યવહાર અનિશ્ચિત સમય માટે ખોરવાયો હતો. પ્લૅટફૉર્મ-નંબર આઠ અને નવ વચ્ચેનો ગોખલે બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો. આ દુઘર્ટનામાં પાંચ જણ ઈજા પામ્યા હતા. ઈજાગ્રસ્તોને કૂપર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાટમાળ હટાવવા અને રાહતકામ માટે તાકીદે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દરમ્યાન વેસ્ટર્ન રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે વિરારથી ગોરેગામ અને બાંદરાથી ચર્ચગેટની સર્વિસ ચાલુ રાખી હતી. એ ઉપરાંત બસની વિશેષ સેવા આપવામાં આવી હતી. ભારતીય રેલવેને વખોડતાં ટ્વિટર પર મુંબઈગરાના પ્રવાસીઓએ ટ્વીટ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.

ગોખલે બ્રિજ ૧૯૬૦-૭૦ના દાયકાનો હતો અને જર્જરિત થયો હતો, એને લોખંડનો સપોર્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ અને લોખંડનો સપોર્ટ ઓવરહેડ વાયર પર તૂટી પડ્યો હતો, જેના પગલે વેસ્ટર્ન રેલવેનો પ્રવાસ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેસ્ટર્ન રેલવેના અધિકારી, એન્જિનિયરોની ટીમ, ફાયર-બ્રિગેડનાં વાહન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. વેસ્ટર્ન રેલવેની જીવાદોરીને ફરી એક વખત પાટે ચડાવવા માટે યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાથી માંડીને ઓવરહેડ વાયરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. સાડાસાત કલાકે એટલે કે બપોરે ૨.૨૦ વાગ્યે અંધેરીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની લોકલ શરૂ કરાઈ હતી.

andheri

મુંબઈની વેસ્ટર્ન લાઇન વહેલી તકે શરૂ કરવા માટે એન્જિનિયરોની એક ટીમને કામે લગાડવામાં આવી હતી એમ જણાવીને વેસ્ટર્ન રેલવેના ચીફ પ્રવક્તા રવીન્દ્ર ભાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનને ફરી પાટે ચડાવવા માટે બનતા દરેક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. બોરીવલી સ્ટેશનથી દક્ષિણ મુંબઈ માટે ૨૭ બસ દોડાવવામાં આવી હતી તેમ જ દાદરથી ગોરેગામ માટે વિશેષ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. અધવચ્ચે રખડી પડેલી લાંબા અંતરની ટ્રેનના પ્રવાસીઓ માટે નાસ્તા તેમ જ પાંઉભાજીની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંગળવારે છૂટતી લાંબા અંતરની પાંચ ટ્રેન-સર્વિસ રદ કરવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવે દ્વારા સાંજે પાંચથી સાત દરમ્યાન વધારાની ૧૨ રેક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગોરેગામ સુધી દોડાવવામાં આવી હતી.’

મંગળવારે અંધેરીના ગોખલે બ્રિજની ઘટના બાદ સફાળું જાગેલું રેલવે-પ્રશાસન ૪૪૫ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવશે. અંધેરી સ્ટેશનની મુલાકાતે પહોંચેલા રેલવે-પ્રધાન પીયૂષ ગોયલે દુઘર્ટના બાબતે ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મુંબઈના ૪૪૫ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવશે. અકસ્માતમાં ઘાયલ થનારને એક લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. તેમ જ લોકલ ટ્રેનને મોટી હોનારતથી ઉગારનાર મોટરમૅન ચંદ્રશેખર સાવંતને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપીને સન્માન કરવામાં આવશે.’

andheriq

આ દુર્ઘટના બાબતે તપાસ કરીને ૧૫ દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

અંધેરી દુઘર્ટનામાં છ જણ ગંભીર રીતે ઈજા પામ્યા હતા, એમાંથી બે જણની સારવાર કૂપર હૉસ્પિટલનાં ત્ઘ્શ્માં કરવામાં આવી રહી છે. કૂપર હૉસ્પિટલમાં મનોજ મહેતા, દ્વારકાપ્રસાદ શર્મા, હરીશ કોહાટે, ગિંધમ સિંહ અને અસ્મિતા કાટકરનો ઈજાગ્રસ્તોમાં સમાવેશ છે.

અંધેરીના ગોખલે બ્રિજનો ભાગ તૂટી પડતાં રેલવે-પ્રશાસન અને BMC વચ્ચે જવાબદારી બાબતે આક્ષેપબાજી થઈ હતી. વેસ્ટર્ન રેલવેના ચીફ પ્રવક્તા રવીન્દ્ર ભાકરના કહ્યા મુજબ ગોખલે બ્રિજ BMC અંતર્ગત આવે છે. ત્યારે ગોખલે બ્રિજની દેખભાળની જવાબદારી રેલવેની હતી એવો આક્ષેપ કરતાં મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે કહ્યું હતું કે BMCએ ભલે આ બ્રિજ બાંધ્યો હોય, પરંતુ સત્તાવાર રીતે એની સંભાળ રાખવાની જવાબદારી રેલવેની છે, બ્રિજની દેખભાળ માટે થતો ખર્ચ BMC દ્વારા રેલવેને આપવામાં આવે છે.

નવેમ્બરમાં જ બ્રિજનું ઇન્સ્પેક્શન થયેલું

ગોખલે બ્રિજનું ઇન્સ્પેક્શન ૨૦૧૭ના નવેમ્બરમાં કરવામાં આવ્યું હતું એમ જણાવીને વેસ્ટર્ન રેલવેના ચીફ પ્રવક્તા રવિન્દ્ર ભાકરે કહ્યું હતું કે ‘ઑડિટમાં કોઈ ખામી જાણવા મળી નહોતી. વર્ષમાં બે વખત મુંબઈના દરેક બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમ જ પાંચ વર્ષમાં ૧૦,૦૦૦ બ્રિજ અને ૨૮૭૦ રોડ ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન કરવાનો ટાર્ગેટ રેલવે-પ્રશાસન રાખે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK