વર્સોવામાં હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ પકડાયું : ગુજરાતની અમુક મૉડલોને પણ કામ અપાતું

પોલીસને ફ્લૅટમાંથી ૧૦૦થી વધુ મૉડલોના ફોટો મળ્યા


sex racket




શિવા દેવનાથ

વર્સોવાના રાજયોગ બિલ્ડિંગમાં ચૌદમા માળે સ્ય્ એન્ટરટેઇનમેઇન્ટ નામે ઓળખાતા પ્રોડક્શન હાઉસ ઑફિસમાં ચાલી રહેલા હાઈ પ્રોફાઇલ સેક્સ-રૅકેટનો વર્સોવા પોલીસે શનિવારે રાતે પર્દાફાશ કર્યો હતો અને સેક્સ-રૅકેટ ચલાવતી ૨૪ વર્ષની મૉડલ રેખા વૈષ્ણવની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે બે મૉડલને છોડાવી હતી.

ઝોન-૯ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સત્યનારાયણ ચૌધરીને શહેરના એક ફ્ઞ્બ્ તરફથી સેક્સ-રૅકેટ ચાલી રહ્યું હોવાની મળેલી માહિતીને આધારે તેમણે સ્પેશ્યલ સ્ક્વૉડ બનાવી હતી. તેમણે એક નકલી કસ્ટમર મોકલાવ્યો હતો ત્યાર બાદ તેના તરફથી સંકેત મળતાં ફ્લૅટ પર રેઇડ પાડી હતી.

Rekha Vaishnav has been arrested for running a prostitution racket under the guise of the production house. (Right) A poster of VR Entertainment outside the office


સ્ય્ એન્ટરટેઇનમેઇન્ટની ઑફિસથી જપ્ત કરાયેલા ડૉક્યુમેન્ટ્સ જોતાં અનેક હાઈ પ્રોફાઇલ કસ્ટમરોનાં નામ મળી આવ્યાં હતાં. ગુજરાત અને દિલ્હીથી આવતી યુવતીઓને આરોપી મૉડલ બનાવતી અને તેમના ફોટો શૂટ કરી કસ્ટમરને વૉટ્સઍપથી મોકલતી હતી. કસ્ટમર મૉડલ સિલેક્ટ કરે ત્યાર બાદ રકમ નક્કી થતી હતી. આરોપી મહિલા સ્ટ્રગ્ાલિંગ કરતી મૉડેલને પોતાની ઑફિસે બોલાવી લો બજેટની મૂવીમાં ભૂમિકા મળશે એમ કહી પોતાના વિfવાસમાં લેતી હતી. એ પછી દેહવેપારના ધંધામાં ધકેલતી હતી.

પોલીસે ૧૦૦થી વધુ વિવિધ મૉડલોના ફોટો શૂટ જપ્ત કર્યા હતા. એમાંથી મોટા ભાગની મુંબઈ બહારની છે. એ સિવાય બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકો અને બિઝનેસમૅન આરોપી મહિલાના સંપર્કમાં હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK