પત્નીની ડેડ-બૉડી લઈને કલાકો સુધી કારમાં ફર્યો પતિ

આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપસર તેની ધરપકડ કરાઈ

arrest

પત્નીની ડેડ-બૉડી સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાને બદલે અમુક કલાકો સુધી કારમાં લઈને ફરી રહેલા પતિએ પત્નીને આત્મહત્યા માટે પ્રેરિત કરી હોવાના આરોપસર પોલીસે ૨૮ વર્ષના સોકલારામ પુરોહિતની ધરપકડ કરી છે.

અંધેરીમાં સાકીનાકા વિસ્તારમાં રહેતો સોકલારામ ૭ જૂને મધરાત બાદ અંદાજે એક વાગ્યે કામ પરથી ઘરે આવ્યો ત્યારે તેને પોતાની પત્ની મણિબહેન પંખા પર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે સોકલારામ પોતાના ફ્રેન્ડની મદદથી પત્નીને અઢી વાગ્યે પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી અને સોકલારામને ડેડ-બૉડી સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાની સલાહ આપી હતી.

ડૉક્ટરની સલાહ છતા સોકલારામ પ્રાઇવેટ હૉસ્પિટલની શોધમાં પત્નીની ડેડ-બૉડી લઈ કારમાં ફરી રહ્યો હતો. એ પછી સોકલારામે પોતાના સમાજના અમુક લોકોને ફોન કર્યો હતો, જેમણે સોકલારામને સમાજ દ્વારા ચાલતી હૉસ્પિટલમાં ડેડ-બૉડી લઈ જવાની સલાહ આપી હતી. સમાજના સભ્યોએ ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો ત્યારે પોસ્ટમૉર્ટમ કરવા માટે સરકારી હૉસ્પિટલમાં ડેડ-બૉડી લઈ જવાની રહેશે એવી ડૉક્ટરે સલાહ આપી હતી. એ પછી સવારે સાડાનવ વાગ્યે સોકલારામ પુરોહિત આખરે પત્નીની ડેડ-બૉડી કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈને પહોંચ્યો હતો. ત્યાંના ડૉક્ટરોએ પોલીસને જાણ કરી હતી.

સોકલારામે પોલીસને કહ્યું હતું કે સૌપહેલાં સમાજ દ્વારા ચાલતી હૉસ્પિટલમાં પત્નીને લઈ જવી હોવાથી સોકલારામને ડેડ-બૉડી સરકારી હૉસ્પિટલમાં લઈ જવી નહોતી.

પોલીસને મળેલી માહિતી પ્રમાણે સોકલારામ અને મણિબહેનનાં પાંચ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને બાળકો થતાં ન હોવાથી અનેક વાર આ મુદ્દે બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. પોલીસ હાલમાં મણિબહેનના આંતરડાંના રિપોર્ટની રાહ જોઈ રહી છે. એ પછી જ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK