ટૂરિસ્ટ ગાડીઓના ગેરકાયદે પાર્કિંગ સામે પાર્લેના રહેવાસીઓએ ઉઠાવ્યો અવાજ

મુંબઈ ઍરર્પોટ આગળ ગેરકાયદે ટૂરિસ્ટ ગાડીઓના પાર્કિંગને કારણે આસપાસમાં રહેતા લોકોએ અવાજ ઉઠાવી તેનો વિરોધ કર્યો હતો.


ઉર્વી શાહ

મુંબઈ ઍરર્પોટને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પ્રાઇવેટ લિમિટેડે લીધા બાદ પાર્કિંગ માટે બહુ જ રકમ લેતાં ઍરર્પોટ પર પોતાના સંબંધીને લેવા માટે આવેલા લોકો તથા ટૂરિસ્ટ ગાડીના માલિકો કે વાહનચાલકો બધા જ ગાડીઓને આડેધડ પાર્ક કરે છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાની ગાડીઓને પાર્ક કરવા માટે જગ્યા પણ રહેતી નથી. આટલું ઓછું હોય તેમ અહીં ટૂરિસ્ટ ગાડીઓ ઊભી રહેતી હોવાને કારણે ખાણી-પીણીના સ્ટૉલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ કારણે અહીંથી પસાર થતી છોકરીઓ તથા મહિલાઓની છેડતીના બનાવો પણ બનવા લાગ્યા છે અને જો આને કોઈ અટકાવે કે ફરિયાદ કરે તો બધા ડ્રાઇવરો એકજૂથ થઈ ફરિયાદી પર ધસી પડે છે.

આ બધી ફરિયાદોનો અહેવાલ વિધાનસભ્ય ઍડ્વોકેટ પરાગ અળવણી અને નગરસેવિકા જ્યોતી અળવણી તેમ જ ઉપસ્થિત પાર્લેના રહેવાસીઓને વાચી સંભળાવ્યો હતો. એટલું જ નહીં, આજ સુધી કરવામાં આવેલી લેખિત ફરિયાદોની નકલો પણ ઘણા રહેવાસીઓ લઈ આવ્યા હતા. આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી અને ટૂરિસ્ટ ગાડીઓનો બચાવ કરી સ્થાનિક પ્રાઇવેટ કાર પર જાણીજોઈને કાર્યવાહી કરવામાં આવે છે એનાં ઉદાહરણો પણ ટાંકવામાં આવ્યાં હતાં. તમામ સંબંધિત વિભાગો આવી જ રીતે સુસ્ત રહ્યા તો અમે રસ્તા પર ઊતરી ટૂરિસ્ટ ટૅક્સીના ડ્રાઇવરોને તગેડીશું એવી ચીમકી પણ આપવામાં આવી હતી.

ઉપસ્થિત ઝોન આઠના વીરેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ‘ ગેરકાયદેસર પાર્કિંગ કરતા લોકો પર પોલીસ જલદીથી કાર્યવાહી કરશે. ’ ટ્રાફિક પોલીસ ડિવિઝનનાં  જે.કે. ખરાતે કહયું કે , ‘કાર્યવાહી કરવા માટે ર્ફોસ ઓછી પડે છે ત્યારે ઉપસ્થિત લોકોએ તીવ્ર આક્રોશ કર્યો તે બાદ વધુ ર્ફોસ મંગાવી કાર્યવાહી કરવાનું આસ્વાસન તેમણે આપ્યું ’. ટુરિસ્ટ ગાડી કયાં પાર્ક કરવી તેની બાંહેધરી આપવી પડે છે ત્યારે તે એ ગાડી કયાં પાર્ક  કરશે એ લેખિતમાં આપવુ પડે છે. ગમે ત્યા ગાડી પાર્ક કરવાથી નિયમોનું ઉલ્લંઘન થાય છે અને આવી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK