અંધેરીમાં સ્ટેશન પાસે પડેલો કચરાનો ઢગલો કોઈની નજરે ચડશે?

અંધેરી-ઈસ્ટમાં રેલવે-સ્ટેશનની સામે આવેલી ય્ભ્જ્ ઑફિસ પાસે છેલ્લા કેટલાય સમયથી કચરાના ઢગલા પડ્યા છે.


ઉર્વી શાહ

અહીં પડેલા કચરાના ઢગલાને કારણે લોકોનું અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે. આ બાબતે લોકોએ મિડ-ડે LOCALને ફરિયાદ કરી હતી.અંધેરીમાં રહેતા ચંદ્રકાંત ગાલાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં દેખાતા કચરાના ઢગલા એક વર્ષથી આમ ને આમ વચ્ચે પડ્યા છે. સુધરાઈના સફાઈ- કામદારો પાસે કચરાના ઢગલાને ઉપાડવા માટે સમય જ ન હોવાથી

દિવસે-દિવસે અહીં કચરાનો ઢગલો વધતો જાય છે. યોગ્ય સાફસફાઈના અભાવે અત્યારે આ ગ્રાઉન્ડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયું છે. કચરાના ઢગલામાં કોઈ જીવજંતુ પણ ભરાઈ જવાની શક્યતા વધી જાય છે. પહેલાં અહીં કચરાનું પમાણ ઓછું હતું, પરંતુ કચરો પડેલો જોઈ લોકો અહીં જ કચરો નાખવા લાગ્યા અને એથી અહીં ગંદકીનું સામ્રાજ્ય સરજાઈ ગયું છે. ગંદકીને કારણે અહીં બીમારી વધી જવાની શક્યતાઓ ચારગણી વધી જાય છે. બીમારીઓ ન ફેલાય એ માટે અહીં પડેલા કચરાના ઢગલાને વહેલી તકે ઉપાડી સાફસફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.’આ બાબતે અહીંથી પસાર થતાં નીલમ પવાણીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘કચરાના ઢગલાને કારણે અહીંથી પસાર થતાં ભારે ત્રાસ થાય છે અને  ખરાબ વાસ પણ આવે છે. સફાઈવાળાઓ આ કચરાના ઢગલાને ઉપાડી સાફસફાઈ કરે એ અનિવાર્ય બન્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK