સાંતાક્રુઝમાં સર્જાયું ગંદકીનું સામ્રાજ્ય

રસ્તા પર બહોળા પ્રમાણમાં પથરાયેલા કચરાને કારણે લોકોનું અહીંથી પસાર થવું મુશ્કેલ


સાંતાક્રુઝ-વેસ્ટમાં સંભાજી ઉદ્યાનની પાસે જ કચરાનો ઢગલો ખડકાયેલો છે. કચરાના ઢગલાને કારણે અડધો રોડ તો દેખાતો જ નથી. રોડ પર કચરો પથરાઈ ગયો છે. અહીંનું દૃશ્ય જોતાં એમ જ લાગે કે રોડ પર કચરારૂપી ચાદર પથરાઈ ગઈ છે. અહીં ડસ્ટબિન ઊંધું હોવાથી લોકો રસ્તા પર જ કચરો ફેંકીને ચાલ્યા જાય છે.

આ બાબતે ફરિયાદ કરતાં સંજય રાજગોરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીંથી તમે ક્યારે પણ પસાર થશો ત્યારે આવું જ દૃશ્ય જોવા મળશે. અહીં સુધરાઈની ગાડી આવે છે તો પણ આવી જ હાલત છે. ડસ્ટબિન ઊંધું હોવાને કારણે લોકો મનમાં આવે એ રીતે ગમે ત્યાં કચરો ફેંકીને ચાલ્યા જાય છે. સૌપ્રથમ તો અહીં દરેક ડસ્ટબિનને સરખી રીતે મૂકવું જોઈએ. અહીં એટલા મોટા પ્રમાણમાં કચરો ફેલાઈ જાય છે કે લોકોનું અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. માખી-મચ્છરોનો ત્રાસ પણ એટલા જ પ્રમાણમાં વધવા લાગ્યો છે. અહીં તો ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. શું લોકો પોતાના ઘરમાં આ રીતે કચરો નાખતા હશે? નહીંને, તો પછી રસ્તા પર શું કામ આવી રીતે કચરો ફેંકવો જોઈએ. આવું જ ચાલ્યા કરશે તો અહીં પુષ્કળ પ્રમાણમાં કચરો ફેલાઈ જશે અને પસાર થવાની પણ જગ્યા નહીં રહે. રસ્તા પર રખડતા કૂતરાઓ કચરાને ફંફોસીને વધુ ફેલાવે છે. અહીંથી પસાર થતા રાહદારીઓને નાકે રૂમાલ મૂકીને પસાર થવું પડે છે. રસ્તા પરના ડસ્ટબિનને લાગતાવળગતા સીધાં કરે જેથી લોકો કચરો રસ્તા પર ગમે ત્યાં ફેંકવાને બદલે ડસ્ટબિનમાં નાખે. લોકો પોતાની જાતે જ કચરો યોગ્ય જગ્યાએ નાખશે તો અહીં ગંદકી નહીં સર્જાય અને લોકોનું સ્વાસ્થ્ય પણ નહીં જોખમાય. આ માટે લોકોએ જાતે સ્વચ્છતા રાખવી પડશે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK