હેં! અંધેરી-વિલે પાર્લેમાં રસ્તો પબ્લિક માટે નહીં પણ ભંગાર વાહનોના પાર્કિંગ કરવા માટે છે

રસ્તા પરથી પસાર થતાં હોઈએ ત્યારે રસ્તા પર કોઈ ને કોઈ પ્રકારનાં જૂનાં-તૂટેલાં વાહનો પડેલાં દેખાશે. ભંગારની હાલતમાં પડેલાં વાહનોને કારણે રસ્તા પરથી પસાર થનારી પબ્લિકને પરેશાની સહન કરવી પડે છે.


ઉર્વી શાહ

અંધેરી-વેસ્ટમાં પ્ખ્ માર્ગ પર રસ્તાની વચ્ચે તૂટેલી ગાડી ઘણા સમયથી પડેલી દેખાય છે. અહીં લોકોની અવરજવર સારા પ્રમાણમાં રહે છે ત્યારે રસ્તામાં પડેલી આ ભંગાર જેવી ગાડીને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. કોઈ કારણસર જપ્ત કરેલી ગાડીને તેનો માલિક લેવા ન આવતાં વાહન રસ્તા પર ભંગારની હાલતમાં પડેલું છે.

આ બાબતે સ્થાનિક રહેવાસી કમલેશ પંડ્યાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘જૂનાં તૂટેલાં ભંગાર જેવાં વાહનો રસ્તામાં નડતરૂપ થતાં હોય છે, ત્યારે આવાં વાહનોનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, એથી રસ્તા પર પણ જગ્યા થશે. રસ્તાની વચ્ચે ભંગાર જેવી હાલતમાં પડેલા આ વાહનને કારણે રસ્તો પણ સાંકડો થઈ ગયો છે. વાહનની આસપાસ કચરા પણ ભેગો થઈ જવાથી ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું છે. એથી રસ્તા પર પડેલાં આવાં વાહનોનો યોગ્ય સમયે નિકાલ કરવાથી વાહનોની દશા પણ વધુ ખરાબ નથી થતી અને એને વેચી દેવાથી પ્રશાસનને રૂપિયા પણ મળે છે. એ રૂપિયા  પ્રશાસન સારા કાર્યમાં વાપરી પણ શકે છે.’

આ બાબતે એક રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું, ‘રસ્તા પર નકામાં અને ભંગાર જેવાં વાહનોને કારણે લોકોને અનેક મુશ્કેલીઓ થતી હોય છે. અહીં પડેલી ગાડીની હાલત બહુ ખરાબ હોય છે. સાવ જ ભંગાર જેવી હાલતમાં રહેલી આ ગાડી પર ધૂળના થર ચડી ગયા છે. જોકે કેટલાય સમયથી આમ જ પડી રહેલી ગાડીને કારણે અહીં સાફસફાઈનો પણ અભાવ જોવા મળે છે. શા માટે આ ગાડીને અહીંથી હટાવવામાં નથી આવતી? આજે એક ગાડી પડી છે, કાલે બીજાં કોઈ વાહનો આમ જ વચ્ચે પડ્યાં હશે. આવું થશે તો રસ્તા પર આવાં કેટલાંય વાહનો પાર્ક થઈ જશે. આવું જ ચાલ્યા કરશે તો રસ્તો પબ્લિક માટે ન રહેતાં તૂટેલી ગાડીઓનો પાર્કિંગ-પ્લૉટ બની જતાં પણ વાર નહીં લાગે. આવું ના થાય એ માટે પ્રશાસને સત્વરે યોગ્ય પગલાં ભરવાં જોઈએ.’

વિલે પાર્લે-વેસ્ટમાં લ્સ્ રોડ પર દીપ બાર પાસે આવેલા સિગ્નલ પર કેટલાય સમયથી રસ્તાની વચ્ચે એક જૂનુંપુરાણું સ્કૂટર પડ્યું છે. સ્કૂટરની નંબર-પ્લેટ પણ નથી, છતાં RTOવાળા આ સ્કૂટરને અહીંથી ખસેડવા કોઈ જ કાર્યવાહી કરતા નથી. આ બાબતે મિડ-ડે LOCALને ફરિયાદ કરતાં એક રાહદારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘રસ્તાની વચ્ચે ભંગારની હાલતમાં પડેલું સ્કૂટર પર શું RTOવાળાની નજર નથી ગઈ? રસ્તા પર પડેલા આ સ્કૂટરમાં ચરસીઓ પોતાનો સામાન રાખવા માટે તેનો ઉપયોગ કરે છે. વચ્ચે પડેલા સ્કૂટરને કારણે અવરજવર કરતી પબ્લિકને પણ ત્રાસ સહન કરવો પડે છે. વહેલી તકે આ સ્કૂટરને ત્યાંથી હટાવી લેવામાં આવે તો સારું રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK