અંધેરી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૭ પર ચોમાસામાં પાણી ભરાતાં પ્રવાસીઓને હેરાનગતિ

અંધેરી સ્ટેશનનું પ્લૅટફૉર્મ-નંબર ૭ આમ પણ નાનું છે એમાં વળી વરસાદ આવતાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતાં પ્રવાસીઓને પીક-અવર્સમાં પસાર થતાં નાકે દમ આવી જાય છે. ભરાયેલા પાણીને કારણે લોકોને ખાસ્સી હાલાકીઓ સહન કરવી પડતી હોય છે. પ્રવાસીઓને આવી હાલાકીમાંથી મુક્તિ મળે એ માટે અહીં વરસાદમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ થાય એ માટે પ્રશાસને જરૂરી પગલાં ભરવાં અનિવાર્ય છે.



આ બાબતે ફરિયાદ કરતાં એક પ્રવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘દર ચોમાસામાં આ જ પરેશાની રહે છે. તેમ છતાં રેલવે-પ્રશાસનને કંઈ જ ફરક નથી પડતો, પણ સિનિયર સિટિઝનો કે પ્રેગ્નન્ટ લેડીને કેટલી બધી મુસીબત સહન કરવી પડે છે. અંધેરી સ્ટેશન એ અતિવ્યસ્ત સ્ટેશન છે. તેમ છતાં અહીં પ્રશાસન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાને કારણે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે.


અહીં પાણી ન ભરાય એ માટે કોઈ કાર્યવાહી કરવી જ જોઈએ, જેથી પ્રવાસીઓેને પડી જવાનો ડર ન રહે. ભરાયેલા પાણીને કારણે અગર કોઈ લપસી પડશે તો શું રેલવે-પ્રશાસન જવાબદારી લેશે? પ્રવાસી કોઈ દુર્ઘટનાનો ભોગ બને એ પહેલાં ભરાતાં પાણીનો નિકાલ કરવો જરૂરી છે.’અન્ય એક પ્રવાસી પ્રવીણ છેડાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ-નંબર ૭ એ અન્ય પ્લૅટફૉર્મની સરખામણીમાં નાનું હોવાથી અહીં પ્રવાસીઓની ભીડ વધુ જામે છે. આવી ભીડમાં પાણી ભરાયેલું હોવાથી ચાલવું બહુ ત્રાસદાયક બને છે. માટે અહીં ભરાતા પાણીનો નિકાલ કરવાની સખત જરૂર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK