સાંતાક્રુઝ સ્ટેશન પર અપૂરતાં છાપરાંને કારણે વરસાદમાં પ્રવાસીઓની હાલાકી

સાંતાક્રુઝ સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર બોરીવલી તરફના પાંચથી છ ડબ્બા ઊભા રહે એટલી જગ્યા પર અપૂરતાં છાપરાંને કારણે પ્રવાસીઓને વરસાદમાં ભીંજાવું પડે છે.



ટ્રેનમાંથી ઊતરતાં કે ચડતાં છાપરાં ન હોવાને પરિણામે પ્રવાસીઓને રોજ હાલાકી સહન કરવી પડે છે. વરસાદમાં પ્રવાસીઓ પલળી જાય છે તો તડકામાં અહીં ઊભા રહેવું પણ મુશ્કેલ બને છે. પ્રવાસીઓની ડિમાન્ડ છે કે પ્લૅટફૉર્મ નંબર એક પર પૂરતાં છાપરાં હોવા જરૂરી છે, જેથી પ્રવાસીઓને ઓછી હાલાકી સહન કરવી પડે.આ બાબતે ફરિયાદ કરતાં પ્રવીણ લોઢાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોજ ટ્રાવેલિંગ થતું હોય છે ત્યારે છાપરાં તો સ્ટેશનની મહત્વની જરૂરિયાત છે. બોરીવલી સાઇડ અપૂરતાં છાપરાંને કારણે વરસાદમાં અહીં ઊભા રહી નથી શકાતું.

પરિણામે જ્યારે ટ્રેન આવે છે ત્યારે દોડીને ટ્રેન પકડવી પડે છે. વરસાદમાં પ્લૅટફૉર્મ પરના પાણીને કારણે કેટલાય લોકો સ્લિપ પણ થઈ જતા હોય છે. લોકોને હેરાન ન થવું પડે એ માટે અહીં વહેલી તકે છાપરાં લગાવવા જોઈએ.’અન્ય એક પ્રવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર છાપરાંની અછતને કારણે રોજ પ્રવાસ કરતા સેંકડો લોકોને તકલીફ થઈ રહી છે, છતાં પણ રેલવે- પ્રશાસનને છાપરાં નાખવાની ફુરસદ હજી સુધી મળી નથી. અપૂરતાં છાપરાંને કારણે વરસાદ આવતાં પ્લૅટફૉર્મ પર પાણી-પાણી થઈ જાય છે. આવા પ્લૅટફૉર્મ પરથી પસાર થતા દરેક પ્રવાસીને પરેશાની સહન કરવી પડતી હોય છે માટે પ્રવાસીઓ માટે અહીં છાપરાં લગાવવા અનિવાર્ય છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK