અંધેરીમાં થયો ગેરકાયદે પાર્કિંગને કારણે અકસ્માત

મહિલાને ઈજા ન થઈ, કારને થયું નુકસાન




ઉર્વી શાહ

અંધેરી-વેસ્ટમાં દાદાભાઈ રોડ પર ભવન્સ કૉલેજની બાજુમાં આવેલી પ્રથમેશ રેસિડેન્સી પાસે ઘણા વખતથી ચાલી આવતી રોડ પર બન્ને બાજુ પાર્કિંગની સમસ્યા હવે એટલી હદે વધી ગઈ છે કે આ સમસ્યાને કારણે ઍક્સિડન્ટના બનાવ પણ બનવા લાગ્યા છે. અહીં હેવી વેહિકલો ગેટ પાસે જ ઊભા રહેવાને કારણે રહેવાસીઓ જ્યારે ટર્ન લઈ ગેટની બહાર નીકળે છે ત્યારે સામેથી આવતું વાહન ન દેખાતાં ઍક્સિડન્ટ થાય છે, એથી રહેવાસીઓ ગેરકાયદે કરવામાં આવતા પાર્કિંગને કારણે ત્રસ્ત થઈ ગયા છે.

બે-ચાર દિવસ પહેલાં જ અહીં રહેતી એક મહિલા ગાડી લઈ ગેટની બહાર નીકળતી હતી ત્યારે ગેરકાયદે કરાયેલા હેવી વેહિકલોના પાર્કિંગને કારણે આવતી રિક્ષા ન દેખાતાં તથા રિક્ષાચાલકને પણ ગાડી ન દેખાતાં દુર્ઘટના ઘટી હતી. નસીબજોગે મહિલાને કે રિક્ષાચાલકને ઈજા થઈ નહોતી, પરંતુ ફોર-વ્હીલરને નુકસાન થયું હતું.

આ બાબતે વધુ ઉમેરતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ગેરકાયદે પાર્કિંગની સમસ્યા કેટલાય સમયથી છે અને હવે તો આ સમસ્યા વધતી જાય છે. મહિલા જ્યારે પોતાની કારમાં ગેટની બહાર નીકળતી હતી ત્યારે જેવો યુ ટર્ન માર્યો કે સ્પીડમાં આવી રહેલી રિક્ષા કારની પાછળના દરવાજા સાથે ટકરાઈ હતી. આ ઘટના ઘટ્યા બાદ પસાર થતા લોકોએ હેલ્પ કરી અને કહ્યું કે રોડ પર કરાયેલા બન્ને બાજુના પાર્કિંગને કારણે મહિલાને રિક્ષા કે રિક્ષાવાળાને મહિલાની ગાડી ન દેખાતાં આ બનાવ બન્યો હતો. આ બનાવ બન્યા બાદ ય્વ્બ્વાળાએ કાર્યવાહી કરી છે, પરંતુ હજી પણ અહીં ગેરકાયદે હેવી વેહિકલો તો પાર્ક થાય જ છે. આ બનાવ બન્યા બાદ મહિલા પણ ડરી ગઈ છે. કોઈ મોટો અકસ્માત થાય એ પહેલાં જ અહીં થતા ગેરકાયદે પાર્કિંગને અટકાવવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK