અંધેરી ને વિલે પાર્લેમાં પીવાનું પાણી દુર્ગંધવાળું આવતું હોવાની ફરિયાદ કરવા છતાં સુધરાઈ દ્વારા નો ઍક્શન

અંધેરી-ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ પરની શિવદર્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તથા વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલા સરગમ અપાર્ટમેન્ટમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે.



ઉર્વી શાહ

પીવાના પાણીમાં ખરાબ વાસ આવે છે અને પાણી જોઈએ એટલું શુદ્ધ ન રહેતાં સ્થાનિક રહેવાસીઓની સમસ્યામાં વધુ વધારો થયો છે. લોકોની મુખ્ય જરૂરિયાત પાણી છે ત્યારે આવતા ગંદા પાણીનો પીવા માટે ઉપયોગ પણ ન કરી શકવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

આ બાબતે ફરિયાદ કરતાં અંધેરીના એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આટલા દિવસોથી આવતા ખરાબ પાણીને કારણે અમને ભારે પરેશાની થઈ રહી છે. પાણીમાંથી એટલી ખરાબ વાસ આવે છે કે અમે એનો ઉપયોગ પણ કરી શકતા નથી અને બહારથી પાણી લઈ આવવું પડે છે. આવા વાસવાળા પાણીને પી લઈએ તો બીમાર પડવાના પણ પૂરા ચાન્સિસ રહે છે. હજી કેટલા દિવસ સુધી પાણીની સમસ્યા અમને સતાવશે? ક્યારે પાણી શુદ્ધ મળશે? સુધરાઈને ફરિયાદ કરી છે તેમ છતાં હજી સુધી તો કોઈ જ અસરકારક પગલાં ભરવામાં આવ્યાં નથી. અમારી ફરિયાદો બહેરા કાને અથડાઈ રહી છે.

ખરાબ પાણી આવતું હોવાને કારણે લોકોને કેટલી મુશ્કેલી થાય છે એનો અંદાજ સુધરાઈને નથી. લોકોના સ્વાસ્થ્યની સુધરાઈને જરાપણ પડી નથી એ દેખાઈ રહ્યું છે.’ આ બાબતે ફરિયાદ કરતાં વિલે પાર્લેના એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પીવાના પાણીમાંથી એટલી ખરાબ વાસ આવે છે કે આવા પાણીને પીવું શક્ય જ નથી. આવું ગંદું પાણી પીને લોકો બીમાર પડી રહ્યા છે તેમ છતાં સુધરાઈને એની જવાબદારીનો જરાપણ અહેસાસ નથી. લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે આટલી બેજવાબદારી કેમ દાખવી શકાય એ સમજાતું નથી.

હવે તો આ રોજની સમસ્યા થઈ ગઈ છે. હજી કેટલા દિવસ આવું જ ખરાબ પાણી આવશે. અમે આવા ખરાબ પાણીથી બહુ ત્રાસી ગયા છીએ. સુધરાઈને અનેક વખત ફોન પર કમ્પ્લેઇન્ટ કરી, લેખિતમાં પણ કમ્પ્લેઇન્ટ કરી, પરંતુ કોઈ જ ફાયદો નથી થયો. માત્ર ખોટું આશ્વાસન આપવામાં આવ્યું. હજી સુધી આ સમસ્યાને સૉલ્વ નથી કરાઈ. વહેલી તકે પીવાનું ચોખ્ખું પાણી આપે, જેથી લોકો બીમારીનો ભોગ ન બને.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK