બાથરૂમની બારીમાંથી ઘરમાં ઘૂસી કપલને બાંધી લૂંટ ચલાવી રહેલા લૂંટારાઓ ઝડપાયા

જુહુમાં ફિલ્મી સ્ટાઇલથી પોલીસે ત્રણ લૂંટારાઓને પકડ્યા


Ugam Society in Juhu

શિવા દેવનાથ

જુહુમાં આવેલી આઠ માળની ઉગમ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતા દંપતીના ઘરમાં રવિવારે વહેલી સવારે ત્રણ લૂંટારાઓ ઘરના બાથરૂમની બારીમાંથી ઘૂસી ગયા હતા અને ગનની અણીએ કપલને નાયલોનના દોરડાથી બાંધીને ઘરમાં લૂંટ ચલાવી હતી. ત્યારે અવાજને કારણે પાડોશીઓને કંઈ ખોટું થઈ રહ્યું હોવાની શંકા જતાં તેમણે કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી એટલે ૧૦૦ જેટલા પોલીસ-અધિકારીઓએ બિલ્ડિંગને ઘેરી લીધું હતું. એ પછી ત્રણ કલાકના ફિલ્મી ડ્રામા બાદ ત્રણે આરોપીઓને પકડવામાં પોલીસ સફળ રહી હતી. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પવન યાદવ, અભિષેક યાદવ અને સંજય યાદવ એમ ત્રણ આરોપીઓમાંથી સંજય યાદવે આ પહેલાં કપલના ઘરે ૨૦ દિવસ સર્વન્ટ તરીકે કામ કર્યું હતું. એ પછી બહાનાં કરીને તેણે નોકરી છોડી દીધી હતી. સંજય ઘરમાં મૂકેલી વસ્તુઓ અને કીમતી સામાન બાબતે સારી રીતે જાણકાર હતો એટલે તેણે અન્ય બે જણ સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી પવનની આ પહેલાં જુહુમાં લૂંટ કરવા બદલ એક વર્ષ પહેલાં ધરપકડ થઈ હતી અને હાલમાં જ તે જામીન પર છૂટ્યો હતો.

કપલ પર હુમલો થતાં અલર્ટ પાડોશીને બાલ્કનીમાંથી અવાજ આવતાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા ગઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારે ૧૦૦ જેટલા પોલીસ-અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ઘર અને બિલ્ડિંગને ઘેરી રહી હોવાની જાણ થતાં ત્રણે લૂંટારાઓ બાથરૂમમાં છુપાઈ ગયા હતા. પોલીસે ઘરનો મેઇન ડોર તોડી અંદર ગયા બાદ ત્રણે આરોપીઓને પકડી પાડ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK