સાંતાક્રુઝની પર્યાવરણલક્ષી સ્મશાનભૂમિને પાઇપ્ડ નૅચરલ ગૅસ વાપરવાની મંજૂરી મળી

ઇકો-મોક્ષ સ્મશાનમાં વાઇ-ફાઇ, લાઇવ વિડિયો કવરેજ, રેફ્રિજરેટેડ કૉફિન અને સ્ટેનલેસ સ્ટીલનાં ફોલ્ડેબલ સ્ટ્રેચર્સની સુવિધા પણ મળશે

Nagin Shah with Dr Kirit Mehta and Nandan Haridas showing the asthi collection box


શૈલેશ ભાટિયા

લિન્કિંગ રોડ એક્સ્ટેન્શન પર પર્યાવરણને અનુકૂળ હોય એવા સૌપ્રથમ સ્મશાનના નિર્માણ પરત્વે BMCએ દાખવેલી ઉદાસીનતાથી કંટાળેલા સાંતાક્રુઝના ૧૫૦ સિનિયર સિટિઝનોના ગ્રુપનો ઇકો-મોક્ષ નામનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થઈ ગયો છે અને આ મહિનાના અંત સુધીમાં એમાં અંતિમવિધિની પર્યાવરણલક્ષી સુવિધા ઉપલબ્ધ થશે. આ સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે પાઇપ્ડ નૅચરલ ગૅસનો ઉપયોગ કરવામાં આવશે, જેથી હવામાં પ્રદૂષિત ધુમાડો ભળશે નહીં.

ઇકો-મોક્ષ સંબંધી એક અહેવાલ ‘મિડ-ડે’એ થોડા મહિના પહેલાં પ્રકાશિત કર્યો હતો. એ અહેવાલ પ્રકાશિત થયા પછી આ પ્રોજેક્ટ માટે ચારે તરફથી મદદનો વરસાદ વરસ્યો હતો. આ સ્મશાનમાં સમાજના તમામ વર્ગના લોકોને મફત અગ્નિસંસ્કારની સુવિધા ઉપરાંત મૃત્યુ પામેલી જે વ્યક્તિનાં સગાંઓ વિદેશમાં વસેલાં હોય તેમના માટે વાઇ-ફાઇ સાથે અંતિમવિધિના જીવંત વિડિયો કવરેજની, રેફ્રિજરેટેડ કૉફિનની અને સ્ટેનલેસ સ્ટીલનાં ફોલ્ડેબલ સ્ટ્રેચર્સની સુવિધા રાહતદરે મળશે.

આ બાબતે માહિતી આપતાં સાંતાક્રુઝના વેપારી અને આ પ્રોજેક્ટના સલાહકાર તથા મુખ્ય સંયોજક નગીન શાહે જણાવ્યું હતું કે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતો આખરી પત્ર BMCએ મોકલી આપ્યો છે.

આ પ્રોજેક્ટ કઈ રીતે સાકાર થયો એની વિગત આપતાં ૬૯ વર્ષની વયના નગીનભાઈએ કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે અમારી પાસે માત્ર ૫૦ લાખ રૂપિયા હતા, પણ સમય જતાં અમે બે કરોડ રૂપિયા એકઠા કરી શક્યા હતા. એ નાણાંનો ઉપયોગ ૫૦૦૦ સ્ક્વેર ફુટના બિલ્ડિંગ અને આજુબાજુના લૅન્ડસ્કેપ ગાર્ડન માટે કરવામાં આવશે. બિલ્ડિંગમાં એક સમયે ૧૨૦ લોકોને સમાવી શકાશે. એમાં વાઇ-ફાઇ અને CCTV કૅમેરા પણ લગાવવામાં આવ્યા છે. હવે અમે હાલના પરંપરાગત સ્મશાન અને એની કમ્પાઉન્ડ-વૉલનું રિનોવેશન કરી રહ્યા છીએ.’

The crematorium is ready and will be open soon

પરંપરાગત સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે હાલ વાર્ષિક ૧૮૦૦ વૃક્ષોનાં લાકડાં જરૂર પડે છે, પણ ઇકો-મોક્ષ પ્રોજેક્ટ શરૂ થતાં એમાં નોંધપાત્ર ઘટાડો થશે એની નગીનભાઈને ખાતરી છે.

આ પ્રોજેક્ટના શિલ્પી અને સિનિયર સિટિઝન ક્લબના ૬૯ વર્ષના સભ્ય ભરત શાહે જણાવ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ અતિ આધુનિક છે. મૃતદેહનું મસ્તક ઉત્તરમાં રહે એવી પરંપરાગત વિધિને ધ્યાનમાં રાખીને નવું સ્મશાનગૃહ બનાવવામાં આવ્યું છે. મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનો ઘી અને અન્ય સામગ્રીનો પ્રતીકાત્મક ઉપયોગ પણ અંતિમવિધિમાં કરી શકશે.’

સમગ્ર પ્રક્રિયાની સરળતાનો ખ્યાલ આપતાં સિનિયર સિટિઝન ક્લબના સ્થાપક સભ્યો પૈકીના એક ડૉ. કિરીટ મહેતાએ જણાવ્યું હતું કે ‘કન્વેયર-બેલ્ટ સાથેની બે ભઠ્ઠીની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં અગ્નિદાહની સમગ્ર પ્રક્રિયા ૪૦થી પણ ઓછી મિનિટમાં પૂરી થઈ જશે અને એક અલગ ચેમ્બરમાંથી અસ્થિ મેળવી શકાશે. આ પ્રોજેક્ટ શરૂ થતાં પહેલાં અમે અમારા સંગઠનના ત્રણ સભ્યોને ગુમાવ્યા છે અને એ વાતનો જ અમને ખેદ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK