શહેરમાં ચોવીસ કલાકમાં આગની ત્રણ ઘટના

સોમવારે મધરાતથી શહેરમાં ત્રણ આગના ગંભીર બનાવો નોંધાયા છે.

fire

અંધેરી, વિલે પાર્લે અને ડૉકયાર્ડ રોડ એમ ત્રણ જગ્યાએ આગના બનાવો નોંધાયા હતા. સદનસીબે એક પણ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્રણે બનાવોમાં આગનું કારણ હજી જાણી શકાયું નથી.

વિલે પાર્લેના જુહુ તારા રોડ પર આવેલા ત્રણ માળના રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે આગ લાગી હતી. ફાયર-અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ૨૫ મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

અંધેરીમાં SV રોડ પર આવેલા બામ્બુના ગોડાઉનમાં ગઈ કાલે સાંજે ૫.૩૭ વાગ્યે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર-એન્જિન અને ત્રણ વૉટર-ટૅન્કર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને કલાકના સમયમાં આગ પર કાબૂ મેïળવ્યો હતો. સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ બનાવને લીધે SV રોડ પર ભારે ટ્રાફિક જૅમની સમસ્યા થઈ હતી જેને કારણે અમુક રસ્તાઓ પર ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું.

BJPના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ સિનેવિસ્ટા સ્ટુડિયોમાં આગ બાદ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘સ્ટુડિયોમાં ફાયરફાઇટિંગ સિસ્ટમ યોગ્ય નથી. એથી આ સ્ટુડિયો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે એવી માગણી પાલિકાના કમિશનરને કરી છે.’

રે રોડની આગમાં સાત દુકાનો બળીને ખાખ

રે રોડ એરિયામાં પી. ડીમેલો રોડ પર આવેલી સાત દુકાનોમાં સોમવારે મધરાત બાદ સવાબાર વાગ્યે ભીષણ આગ લાગી હતી જેમાં સાતે દુકાનો પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ હતી અને ઘણું ડૅમેજ થયું છે. આ વર્ષનો ચોથો મોટો આગનો બનાવ અને છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં છઠ્ઠો આગનો બનાવ છે. રાતના સમયે આગ લાગી હોવાને કારણે દુકાનો બંધ હોવાથી સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વર્તાવવામાં આવી રહી છે. જોકે સ્થાનિક લોકોએ આ આગના બનાવ માટે બેસ્ટને જવાબદાર ગણાવી છે.

મન્સૂર અલી ખાન જેમની દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ છે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું દુકાનની નજીકમાં જ રહું છું. લગભગ ૧૨.૨૦ વાગ્યે અમે ફટાકડા ફૂટતા હોય એવો અવાજ સાંભYયો હતો એથી બહાર રોડ પર આવીને જોયું તો દુકાનોમાંથી આગના ધુમાડા નીકળી રહ્યા હતા. અમારું નેવી સહિતનાં જહાજોમાં વેલ્ડિંગનું કામ છે. એ સમયે અમને ડર હતો કે શૉપમાં રાખેલાં સિલિન્ડરોને કારણે મોટો બ્લાસ્ટ થશે, પરંતુ ફાયર-અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા એ પહેલાં સ્થાનિક લોકોની મદદથી દુકાનમાં ઘૂસીને સિલિન્ડરો બહાર કાઢી લેવામાં સફળ થયા હતા.

બેસ્ટનો દોષ


દુકાનો બળી ગઈ એ દુકાનોના માલિકોએ આ બનાવ માટે બેસ્ટને જવાબદાર ગણાવી છે. રે રોડની જે.આર. મરીન સર્વિસિસ નામની દુકાનના માલિક રવિ ગુપ્ïતાએ કહ્યું હતું કે ‘આ રોડ પર આવેલી દુકાનો બે વર્ષ પહેલાં ઇલેક્ટ્રિસિટી સંબંધિત ઇશ્યુ ફેસ કરી રહી હતી ત્યારે બેસ્ટે એમને ટેમ્પરરી કનેક્શન આપ્યાં હતાં, જેના માટે તેમણે શૉપની ઉપરથી વાયરો અને કેબલો લીધા હતા. એ પછી અહીં અનેક શૉર્ટ સર્કિટના બનાવો નોંધાયા હતા જેની અમે ફરિયાદ કરી હોવા છતાં બેસ્ટે અમને કાયમી ઉકેલ નહોતો આપ્યો અને એને લીધે જ આજે અમારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK