રિયલ એસ્ટેટ એજન્ટ્સ બની ગયા ખંડણીખોર

સાંતાક્રુઝના બિલ્ડર પાસે ૧૦ કરોડની રકમ માગવાના કેસમાં એક જમીનમાલિકની પણ ધરપકડ

ોીીાેૂ

સૂરજ ઓઝા 

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર પાસે ખંડણી માગવાના કેસમાં ગયા શનિવારે એ બિલ્ડરના પરિચિત રિયલ એસ્ટેટ એજન્ટ ધર્મેન્દ્ર ખંડાગળેની ધરપકડ કર્યા પછી ૫૩ વર્ષના એક જમીનમાલિક બેસમંડ તાર્કંડ અને ૪૧ વર્ષના રિયલ એસ્ટેટ એજન્ટ શૈલેશ કાંબળીની ગઈ કાલે ધરપકડ કરી હતી.

ફોન કરનારો આરોપી ગૅન્ગસ્ટર હોવાનો દાવો કરતો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં તે વાસ્તવમાં રીયલ એસ્ટેટ એજન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. રેકૉર્ડેડ કૉલ્સના વૉઇસ સૅમ્પલ્સ ફૉરેન્સિક લૅબોરેટરીમાં તપાસતાં એ અવાજનો પોલીસના રેકૉર્ડમાં નોંધાયેલા એક પણ ગુનેગારના અવાજ સાથે મેળ બેસતો નહોતો.

સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સાંતાક્રુઝ( ઈસ્ટ)ના ડેવલપરે એ વિસ્તારમાં ૨૬૦૦ ચોરસફુટની પ્રૉપર્ટી ધરાવતી એક વ્યક્તિ સાથે એ પ્રૉપર્ટી ડેવલપ કરવા વિશે ૨૦૧૦માં ઍગ્રીમેન્ટ કર્યું હતું, પરંતુ પછીથી બિલ્ડર અને જમીનમાલિક વચ્ચે વિખવાદ થતાં પ્રૉપર્ટીના ડેવલપમેન્ટનું કામ અટક્યું હતું.

૨૦૧૭ના ડિસેમ્બર મહિનામાં ડેવલપરને અજાણ્યા ઇન્ટરનૅશનલ નંબર પરથી ફોન આવવા માંડ્યા. ફોન કરનારે પોતાને ગૅન્ગસ્ટર તરીકે ઓળખાવતાં ડેવલપરને વિવાદના સમાધાન માટે એક પાર્ટીને ૧૦ કરોડ રૂપિયા આપવા જણાવ્યું હતું. ૨૦૧૮ના ફેબ્રુઆરી મહિના સુધી આ પ્રકારના ધમકીભર્યા ફોન એ બિલ્ડરને કરવામાં આવતા હતા. જો ૧૦ કરોડ રૂપિયા આપવામાં ન આવે તો ડેવલપર અને તેના કુટુંબને ખતમ કરવાની ધમકી આપવામાં આવી હતી. બિલ્ડરે વાકોલા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં અજાણી વ્યક્તિ સામે એક્સ્ટૉર્શનનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર પછી કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK