ટીનેજર પર રેપ કરવાના આરોપસર ૬ બદમાશોની અરેસ્ટ

આરોપીઓમાં રાજકીય પક્ષના નેતાનો પણ સમાવેશ : બૉયફ્રેન્ડની પણ સંડોવણી હોવાની આશંકા

જોીતા

ટીનેજર સાથેની અંગત પળોનો વિડિયો ઉતારીને છેલ્લા દોઢ વર્ષથી બ્લૅકમેઇલ કરી વારંવાર તેનું શારીરિક શોષણ કરનાર બૉયફ્રેન્ડ સહિત ૬ જણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે મોડેથી ટીનેજરની મમ્મીએ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદના આધારે ૯ જણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને એમાંથી ૬ શખ્સોની ધરપકડ કરીને તેમને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૨ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. ટીનેજરના બળાત્કારકેસમાં રાજકીય પક્ષના યુવા નેતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ નેતાની ધમકીના ભયથી ચાર મહિના પહેલાં ટીનેજર ઘર છોડીને ગામ ચાલી ગઈ હતી અને પાંચ-છ દિવસ પહેલાં ફોસલાવીને તેને ઘરે પાછી લાવવામાં આવી છે. 

વિલે પાર્લેમાં ચાલીમાં રહેતી ૧૫ વર્ષની ટીનેજર માનસિક અને શારીરિક રીતે લથડી પડતાં તેની સાથે દોઢ વર્ષથી બળાત્કાર થઈ રહ્યો હોવાનો અંદાજ તેની મમ્મીને આવ્યો હતો. આ સંદર્ભે તબીબી તપાસ કરાવતાં ટીનેજરના રિપોર્ટ પરથી તેની સાથે બળાત્કાર થયો હોવાનો ક્યાસ ડૉક્ટરે મેળવ્યો હતો. ટીનેજર પર દોઢ વર્ષથી થઈ રહેલા અત્યાચારના બનાવ વિશે ૩૦ વર્ષના રાજકીય પક્ષના નેતા અને ચાલીના ૨૦થી ૩૦ વર્ષના અન્ય આઠ જણ સામે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

બે અઠવાડિયાં પહેલાં ટીનેજર સાથે બળાત્કાર થયો હતો એમ જણાવતાં વિલે પાર્લેના ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીનેજર હાલમાં દસમામાં ભણે છે. નવમા ધોરણની શરૂઆતમાં જ તેની ચાલીમાં રહેતો એક યુવાન તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને પૉર્ન ફિલ્મ દેખાડીને તેને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. એ વખતે ઘરમાં હાજર અન્ય એક યુવાને બન્નેનો વિડિયો ઉતાર્યો હતો. વિડિયો અને ફોટો ત્યાર બાદ ચાલીના કેટલાક યુવકો અને રાજકીય પક્ષના નેતાને મળ્યો હતો. એના આધારે ટીનેજરને બ્લૅકમેઇલ કરીને છેલ્લા દોઢ વર્ષથી તેના પર બળાત્કાર કરવામાં આવતો હતો. ચાલીના યુવાનોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ચાર-પાંચ મહિના પહેલાં ટીનેજર ઘર છોડીને ગામ જતી રહી હતી. જોકે ગામથી સમજાવીને તેને પાછી મુંબઈ લાવવામાં આવી હતી. તે શા માટે ગામ ભાગી ગઈ હતી એનું કારણ તેણે જણાવ્યું નહોતું. આરોપીઓએ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.’

શનિવારે મોડી રાતે ટીનેજરને તેની મમ્મી પોલીસ-સ્ટેશન લાવી હતી એમ જણાવીને ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘રવિવારે સવારે ચાલીના ૬ જણની ધરપકડ કરવામાં આવી હતી. ટીનેજર માનસિક રીતે ઘણી હેરાન થઈ રહી છે અને શારીરિક રીતે કમજોર છે. અત્યારે પાંચ મહિલા ઇન્સ્પેક્ટર એ ટીનેજરનું કાઉન્સેલિંગ કરી રહી છે. આજે ટીનેજરના મેડિકલ રિપોર્ટ કઢાવવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK