બાળકને કોઈને ત્યાં મૂકતાં પહેલાં બે વાર વિચાર કરજો

વર્કિંગ પેરન્ટ્સે પોતાની બાળકીની સલામતીનો જેના પર વિશ્વાસ રાખ્યો તેણે જ વિનયભંગ કર્યો

kidnap

વર્સોવાનું એક વર્કિંગ કપલ પોતાની છ વર્ષની બાળકીને સાચવવાની જવાબદારી પાડોશમાં રહેતી ૪૨ વર્ષની જે વ્યક્તિને આપીને કામે જતું હતું ત્યાં છેલ્લા ત્રણ મહિનાથી બાળકીનો વિનયભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બાળકીના વાલીની ફરિયાદને પગલે વર્સોવા પોલીસે ૪૨ વર્ષના પુરુષની ધરપકડ કરી છે.

સોમવારે બાળકીએ તેની મમ્મીને જેમને ત્યાં તે રહે છે તે પાડોશી તેને અયોગ્ય રીતે અડપલાં કરતો હોવાની ફરિયાદ કરી હતી. એથી મમ્મીને અંદાજ આવ્યો હતો કે તેની દીકરી સાથે કદાચ ગંદી હરકત થઈ રહી છે. તેણે નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ બાળકીને મેડિકલ ઍક્ઝામિનેશન માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ખબર પડી હતી કે બાળકી સાથે વારંવાર અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, તેને પ્રાઇવેટ પાર્ટ્સમાંથી બ્લીડિંગ થવા બદલ સારવાર પણ અપાઈ હોવાનો ખુલાસો થયો હતો. બાળકીએ જ ડૉક્ટરને કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં તેની સાથે દુષ્કૃત્ય થયું ત્યારે તેને બ્લીડિંગ થવાને કારણે સારવાર માટે આરોપી જ હૉસ્પિટલમાં લઈ ગયો હતો. આરોપી તેને એક પ્રાઇïવેટ રૂમમાં ચૉકલેટ આપવાને બહાને લઈ જઈને આ કૃત્ય આચરતો હતો. શનિવારે આવું જ ફરી બનતાં બાળકીએ તેની મમ્મીને જાણ કરી હતી અને ઘટનાની ખબર પડી હતી. આરોપી વિરુદ્ધ પૉક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK