મુંબઈ : મહિલાનું ગળું કપાયેલું, હાથ બાંધેલા; પણ ઘરમાંથી કંઈ ગયું નથી

ઓશિવરામાં સિનિયર સિટિઝન મહિલાની રહસ્યમય હત્યા


The woman was a resident of Rizwan building. She lived with her husband Rasheed in a ground-floor flat


ઓશિવરામાં આવેલા રિઝવાન કો-ઑપરેટિવ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી ૭૦ વર્ષની મુમતાઝ રશીદ બાદશાહ નામની મહિલાની હત્યા કરાયેલી ડેડ-બૉડી ગઈ કાલે સવારે બેડરૂમમાંથી લોહીમાં લથપથ હાલતમાં મળી આવી હતી. મહિલાના ગળા પર ચાકુ જેવા ધારદાર શસ્ત્ર વડે હુમલો થયો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું. ઘરમાંથી કોઈ પણ કીમતી વસ્તુની માલમતાની ચોરી થઈ ન હોવાથી અન્ય કારણસર મહિલાની હત્યા થઈ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે સોસાયટીના CCTV કૅમેરાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Mumbai Crime: 70-year-old found with throat slit, hands tied

પોલીસે જણાવ્યા પ્રમાણે પ્રૉપર્ટી-ડીલિંગનો ધંધો કરતો મહિલાનો પતિ રશીદ ઑફિસ ગયો હતો અને મહિલા ઘરે એકલી હતી ત્યારે ઘટના બની હતી. રશીદે મુમતાઝને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુમતાઝનો કોઈ રિસ્પૉન્સ મળ્યો નહોતો. વારંવાર અનેક ફોન કર્યા છતાં પણ કોઈ જવાબ ન મળતાં રશીદે તેના પૌત્રને ઘરે જઈ મુમતાઝ ક્યાં છે એ તપાસ કરવા કહ્યું હતું. નજીકમાં રહેતો તેનો પૌત્ર ઘરે ગયો હતો અને લાંબા સમય સુધી ડોરબેલ વગાડી હતી, પરંતુ દરવાજો ન ખોલતાં તેણે રસોડાની વિન્ડોમાંથી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે મુમતાઝની ડેડ-બૉડી લોહીમાં લથપથ હાલતમાં મળી આવી હતી. એથી તેણે તરત જ રશીદને જાણ કરી હતી અને તેણે પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK