યુવતીએ લોકલમાં ચોરાઈ ગયેલો પોતાનો મોબાઇલ કળથી પાછો મેળવ્યો

અંધેરીની સ્કૂલ-ટીચરે ગૂગલ ફીચરની મદદથી ચોરાયેલો ફોન પાછો મેળવ્યો અને ચોરને પકડાવ્યો

theif

સૂરજ ઓઝા

સોમવારે અંધેરીમાં રહેતી ૨૦ વર્ષની પ્રાઇમરી સ્કૂલ-ટીચર ઝીનત હકે ગૂગલ ડિવાઇસના સ્માર્ટ અને નિફ્ટી ફીચરનો ઉપયોગ કરીને પોતાનો ચોરાયેલો મોબાઇલ ફોન તો પાછો મેળવ્યો, સાથે ચોરને પકડવામાં પોલીસની મદદ પણ કરી હતી. ઝીનત હકે તેના ઍન્ડ્રૉઇડ ફોનના માય ઍક્ટિવિટી ફીચરનો ઉપયોગ કરીને ચોરેલા ફોન સાથે મુંબઈ છોડી જવાની તૈયારી કરતા ચોરને પણ પકડવામાં પોલીસની મદદ કરી હતી. ઝીનત હક મરોલની વન્ડરકિડ્સ સ્કૂલમાં ટીચર છે.

રવિવારે પાંચ ઑગસ્ટે સવારે ૧૦ વાગ્યે ઝીનત હક લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી હતી ત્યારે તેનો Xiomi Redmi MI4A ફોન ચોરાયો હતો. ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન જ ફોન ચોરાયો હોવાનું જણાયું હતું, પરંતુ ઘરે પહોંચ્યા પછી ઝીનતને યાદ આવ્યું કે તેના ફોનમાં માય ઍક્ટિવિટી ફીચર સક્રિય છે. એ ફીચર તમામ ગૂગલ અકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ હોય છે. એ ફીચર વડે મોબાઇલ ફોન પર અકાઉન્ટ જ્યાં સાઇન ઇન કર્યું હોય ત્યાં ડિવાઇસની ઍક્ટિવિટી ટ્રૅક કરી શકાય છે. ઝીનત હકે જણાવ્યું હતું કે ‘મારા ફોન વડે અન્ય વ્યક્તિ શું કરે છે એ દરેક હરકત એ ફીચરમાં દેખાય છે. એ બાબત ધ્યાનમાં રાખીને મેં ઘરે પહોંચ્યા પછી ઈ-મેઇલ ખોલીને જોયું તો એ પ્રકારની ઍક્ટિવિટી વિશે કોઈ સંદેશો મળ્યો નહોતો. મેં બીજા દિવસે ફરી નસીબ અજમાવવાનું વિચાર્યું. સોમવારે મારું કામ પૂરું થયા પછી મેં ફરી ઈ-મેઇલ ચેક કરી. ત્યારે મેં ચોરનો ફોટોગ્રાફ અને તેણે કઈ-કઈ ઍપ્લિકેશન્સનો વપરાશ કર્યો હતો એની માહિતી આપવામાં આવી હતી. થોડા વખતમાં મને મળેલા બીજા ઈ-મેઇલ મેસેજમાં દાદર રેલવે-સ્ટેશનથી એ જ રાતે ૯.૩૦ વાગ્યે રવાના થતી ટ્રેનમાં તે માણસે ટિકિટ બુક કરાવી હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી હું દાદર રેલવે-સ્ટેશને દોડી ગઈ હતી.’

પોલીસે જણાવ્યા પ્રમાણે ઝીનત હકે રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ દાદરના ય્ભ્જ્ મથકે પહોંચીને ફરિયાદ કરી હતી. ઝીનતે ડ્યુટી પર હાજર RPFના નીતિન મિસ્ત્રીને ચોરનું નામ સેલ્વરાજ શેટ્ટી હોવાની માહિતી અને તેણે પુડ્ડéચેરી એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હતી એના PNR-નંબર અને બર્થ-નંબર પણ આપ્યા હતા. ઝીનતને ખાતરી હતી કે મોબાઇલ ફોનની ચોરી કરનાર એ જ માણસ છે. માહિતી મેળવ્યા પછી નીતિન મિસ્ત્રીએ પૅસેન્જર લગેજ થેફ્ટ ડિપાર્ટમેન્ટના જે. એસ. કાળે અને વિજય ભોસલેને બોલાવ્યા હતા. એ લોકો ટ્રેનમાં સૂચિત બર્થ પર પહોંચ્યા ત્યારે સેલ્વરાજ એ જ જગ્યા પર બેઠો હતો.

દાદર RPFના અધિકારીએ જણાવ્યું હતું કે ‘તેની પૂછપરછ કરવામાં આવતાં તે સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો. કાળે અને ભોસલે સેલ્વરાજને GRPની ઑફિસમાં લઈ ગયા હતા જ્યાં તેણે પોતાનું નામ સેલ્વરાજ રતન શેટ્ટી જણાવ્યું હતું. ૩૨ વર્ષની વયનો સેલ્વરાજ મલાડ (વેસ્ટ)માં રહે છે. ઝડતી લેવામાં આવતાં તેની પાસેથી ૭૦૦૦ રૂપિયાની કિંમતનો Xiomi Redmi MI4A ફોન મળી આવ્યો હતો. ફરિયાદી ઝીનતે પોતાનો મોબાઇલ ઓળખી બતાવ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK