હિંમતવાન મહિલા પોલીસે સ્થાનિક રહેવાસીઓની મદદથી માથાભારે રિક્ષા-ડ્રાઇવરને કર્યો અરેસ્ટ

૧૩ જુલાઈની સાંજે પોલીસ-કૉન્સ્ટેબલ મિનાજ ખાન અંધેરીમાં લોખંડવાલામાં તેની ફરજ બજાવી રહી હતી.

auto

પસાર થનારા વાહનોનાં લાઇસન્સ અને ગાડીનાં અન્ય પેપર્સ તપાસતી મિનાજે જોયું કે ઇન્ફિનિટી મૉલ તરફ જઈ રહેલો એક રિક્ષા-ડ્રાઇવર ઉતાવળમાં ગાડી ભગાવી જઈ

ચેક-અપની પ્રક્રિયામાંથી છટકવા માગતો હતો. આ ઉતાવળમાં તેણે એક મોટરબાઇકને પણ અડફેટમાં લીધી હતી. નિયમો ચાતરીને ચાલનારા ડ્રાઇવરોની ધાકધમકીને વશ ન થનારા ટ્રાફિક-કૉન્સ્ટેબલમાં ૩૪ વર્ષની મિનાજ ખાનનો પણ ઉલ્લેખ કરાય એવી હિંમત તેણે આ સમયે  દાખવી હતી.

મિનાજ ખાને તત્કાળ રિક્ષાને રોકાવી ૩૯ વર્ષના ડ્રાઇવર મોહમ્મદ કલીમને તેનું લાઇસન્સ દેખાડવા કહ્યું, જે એક્સપાયર થઈ ગયું હતું. ખાને કલીમને દંડ ચૂકવી દેવા જણાવ્યું, પરંતુ કલીમે પોતાને મીડિયાનો માણસ ગણાવી તેને ધમકાવવાની કોશિશ કરી.

પછી પોતાનું લાઇસન્સ હાથમાંથી છીનવીને મિનાજને ધક્કો માર્યો અને રિક્ષા ચાલુ કરી તેની તરફ લઈ જઈ તેને ડરાવવાની કોશિશ કરી. જોકે ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમ જ દુકાનદારો તરત જ મિનાજની મદદે આવ્યા. તેમણે ડ્રાઇવરને પકડી રિક્ષાની ચાવી લઈ લીધી અને મદદ માટે વધુ પોલીસ બોલાવી.

વરિષ્ઠ ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડ સહિત આંબોલી પોલીસ-સ્ટેશનની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ડ્રાઇવરને તાબામાં લીધો. મિનાજ ખાનનું સ્ટેટમેન્ટ નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. કોર્ટે ડ્રાઇવરને પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK