અંધેરીમાં બે જણે સિનિયર સિટિઝનને મંત્રમુગ્ધ કરીને કુલ ત્રણ લાખ રૂપિયાની ત્રણ વીંટી લૂંટી લીધી

DN નગર પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


senior citizen

છેતરાઈ ગયા : શાંતિલાલ જૈનની આ વીંટી ચોરાઈ ગઈ છે.


અંધેરી (વેસ્ટ)માં દાદાભાઈ રોડ પર ભવન્સ કૉલેજની પાસે આવેલા આર્શીવાદ બિલ્ડિંગની બહાર બુધવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ૭૫ વર્ષના સિનિયર સિટિઝન શાંતિલાલ જૈનને બે માણસોએ મંત્રમુગ્ધ કરીને તેમના હાથમાં પહેરેલી ત્રણ લાખ રૂપિયાની સોનાની ત્રણ વીંટી આંગળીઓમાંથી ઉતારી લીધી હતી. DN નગર પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ બાબતે વધુ માહિતી આપતાં અનિલ પરમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શાંતિલાલ જૈન પોતાના બિલ્ડિંગ પ્રથમેશ રેસિડન્સીમાંથી સાંજે પાંચ વાગ્યે પોતાની દુકાને જવા માટે નીકળ્યા હતા. થોડે જ દૂર આવેલા આર્શીવાદ બિલ્ડિંગ પાસે પહોંચતાં એક યુવાને શાંતિલાલને નમસ્તે કર્યું અને પૂછ્યું હતું કે તમે મને ઓળખ્યો કે નહીં? શાંતિલાલે તેને ઓળખવાની કોશિશ કરી ત્યારે એ યુવાન તેમનો હાથ પકડીને બિલ્ડિંગના ગેટ પાસે લઈ ગયો હતો. તરત જ બીજા એક યુવાને બહુ ચતુરાઈથી મોબાઇલ પર વાતો કરતાં-કરતાં બિલ્ડિંગની અંદર જવા માટે નાટક કર્યું અને શાંતિલાલને જોયા બાદ તરત જ તેમની પાસે આવીને ઊભો રહી ગયો. બન્નેએ મળીને થોડી વાર શાંતિલાલ સાથે વાત કરી. ત્યાર બાદ એક માણસે શાંતિલાલના સફારીના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને ફરી પાછો મૂકી દીધો. પૅન્ટના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને ફરી પાછા મૂકી દીધા. ત્યાર બાદ રૂમાલ કાઢી ફરી પાછો ખિસ્સામાં મૂકી દીધો. આ પ્રકારનું નાટક કરાવીને બેઉ માણસો ચેક કરતા હતા કે શાંતિલાલ જૈન મંત્રમુગ્ધ થયા કે નહીં. ત્યાર બાદ તેમણે જાણ્યું કે શાંતિલાલ જૈન પોતાનું ભાન ભૂલી ચૂક્યા છે ત્યારે બે યુવકમાંથી એક યુવાને શાંતિલાલે હાથમાં પહેરેલી ત્રણ વીંટી ઉતારીને પોતાની પાસે રાખી લીધી હતી. ત્યાર બાદ તેમનો હાથ પકડીને તેઓ જે રસ્તે જતા હતા એ રસ્તા પર છોડીને યુવકો ફરાર થઈ ગયા હતા. થોડી વાર પછી શાંતિલાલને ભાન થયું અને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાયા છે ત્યારે ફરી એ જ બિલ્ડિંગ પાસે જઈને વૉચમૅનને બે યુવકો વિશે પૂછપરછ કરી હતી, પરંતુ લૂંટારાઓની કંઈ જ ભાળ ન મળતાં પરિવારજનોને ફોન કરીને સઘળી ઘટનાની જાણકારી આપી હતી. આ આખી ઘટના પાસે લગાડેલા CCTV કૅમેરામાં કેદ થઈ હતી. હવે એના આધારે DN નગર પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK