પોલીસે કરી ચોરી?

અંધેરીમાં કચ્છી દુકાનદારની શૉપની બહાર પડેલો સામાન ગાયબ થયો એ આખી ઘટના CCTV કૅમેરામાં કેદ : પોલીસ તપાસમાં ગલ્લાંતલ્લાં કરે છે



cctv

ચોરી પકડાઈ ગઈ : પોલીસ-ડ્રેસમાં એક માણસ શૉપ પાસે આવે છે. એ સામાન વિશે અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે અને ત્યાર બાદ સામાન ઊંચકીને તે ત્યાંથી રવાના થઈ જાય છે.


જયેશ શાહ


અંધેરી (ઈસ્ટ)માં પારસી પંચાયત રોડ પર આવેલી હાર્ડવેરની એક શૉપની બહાર પડેલો પાંચેક હજાર રૂપિયાનો સામાન રાતે કોઈક પોલીસ-કૉન્સ્ટેબલ ઉપાડી ગયો હતો અને એ સંબંધનો વિડિયો વાઇરલ થતાં પોલીસની આબરૂના ધજાગરા ઊડ્યા છે. ચોરીની આ ઘટના બુધવારે મધરાત બાદ બની હતી.

એ શૉપના માલિકે તેનો સામાન કોણ લઈ ગયું એ વિશે ગુરુવારે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં ત્યારે તે દંગ રહી ગયો હતો. એક પોલીસ-કૉન્સ્ટેબલ એ માલ લઈ જતો એમાં દેખાઈ રહ્યો હતો.

આ વિશે શૉપના માલિકે પોલીસને ગુરુવારે જાણ કરી હોવા છતાં પોલીસ એટલું જ કહે છે કે અમારી તપાસ ચાલી રહી છે.

અંધેરીમાં રહેતા મૂળ કચ્છ-વાગડના ૪૯ વર્ષના કમલેશ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘અંધેરીમાં મારી લકી હાર્ડવેર નામની શૉપમાં બુધવારે રાતે દુકાન વધાવતી વખતે તાડપત્રીઓ ભૂલથી શૉપની બહાર રહી ગઈ હતી. બીજા દિવસે શૉપમાં મેં તાડપત્રીનો જથ્થો જોયો નહીં એટલે મારા દીકરાને મેં એ વિશે પૂછ્યું કે તાડપત્રી ક્યાં મૂકી છે. તેણે એ વિશે ખબર ન હોવાનું જણાવ્યું એટલે મેં શૉપની બહારનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી જોયાં. એમાં ૨૪ ઑગસ્ટે રાતે પોણાબાર વાગ્યે પોલીસની એક વૅન મારી શૉપની બહારના ભાગ પાસેથી નીકળી અને થોડી વારમાં પાછી આવી હતી એ દેખાય છે. એમાંથી પોલીસની વરદીમાં એક માણસ એ તાડપત્રીનો જથ્થો લઈને જતો દેખાય છે અને એ વખતે તે કોઈક સાથે વાત કરી રહ્યો હોવાનું પણ દેખાય છે. એટલે મને નિરાંત થઈ કે ચાલો, પોલીસ પાસે મારો સામાન સલામત છે. એથી અંધેરી પોલીસ-સ્ટેશને જઈને સમગ્ર ઘટના વિશે વાત કરી અને મેં તેમને CCTV કૅમેરાનાં ફુટેજ પણ બતાવ્યાં, પરંતુ તેમણે આવો સામાન અમારી પાસે જમા નથી એવું જણાવ્યું અને નાઇટ-પૅટ્રોલિંગનો સ્ટાફ આવશે તો હું પૂછીને તમને જણાવીશ એટલું કહ્યું. મેં મારો મોબાઇલ-નંબર અને નામ ફરજ પરના પોલીસને લખાવ્યાં હતાં.’

આ કચ્છી વેપારીએ કહ્યું હતું કે ‘ફરજ પરના પોલીસ-ઑફિસરે જણાવ્યા મુજબ જોગેશ્વરી પોલીસ પણ અમારા વિસ્તારમાં નાઇટ-પૅટ્રોલિંગ કરતી હોય છે એટલે ત્યાં પણ તેમણે મને ચેક કરવા જણાવ્યું. હું ત્યાં પણ જઈ આવ્યો, પરંતુ ગઈ કાલ રાત સુધીમાં પોલીસ તરફથી મારો સામાન કોણ લઈ ગયું એ વિશે મને જાણ થઈ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK