અંધેરીમાં લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં

ફરિયાદ કરવા છતાં BMCની આળસને પરિણામે કચરાની રોજ સફાઈ ન થતાં ગંદકીના કારણે રહેવાસીઓ થઈ રહ્યા છે ડેન્ગીનો શિકાર


andheri

બિલ્ડિંગના પરિસરમાં કચરાના ઢગલાઓ.


ઉર્વી શાહ


અંધેરી-ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર જૈન મંદિરની પાસે આવેલા નવકાર સાકેત બિલ્ડિંગની આસપાસ કચરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. આવી ગંદકીના પરિણામે સ્થાનિક રહેવાસીઓ ડેન્ગી જેવી બીમારીના શિકાર થવા લાગ્યા છે અને બીજી બીમારીઓ પણ ફેલાઈ રહી છે. એમ છતાં BMCને કંઈ જ પડી નથી. રહેવાસીઓએ વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ કોઈ જ ઍક્શન ન લેવાતાં બીમાર પડવાના બનાવ વધવા લાગ્યા છે એવી ફરિયાદ સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

આ બાબતે ફરિયાદ કરનાર સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની આસપાસ કેટલાય સમયથી કચરાના ઢગલાઓ પડી રહ્યા છે અને એ કચરાને ઉપાડીને બરાબર સફાઈ કરવામાં આવતી નથી જેને કારણે અહીં ગંદકી થતાં બીમારી પોતાનું ઘર બનાવી રહી છે. અમારા પરિવારના બે સભ્યો આના કારણે ડેન્ગીનો શિકાર બન્યા છે. આ બાબતે અનેક વખત અમે ગ્પ્ઘ્ને ટકોર કરી છે. એમ છતાં તેઓ અમારી વાત કાને ધરતા નથી જેના પરિણામે બીમારી ફેલાઈ રહી છે.’

આ બાબતે અન્ય એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની પાસે કચરાના ઢગલાઓ પડેલા છે. પડી રહેલા કચરાને જોઈને અન્ય લોકો પણ અહીં જ કચરો નાખીને ચાલી જાય છે જેના કારણે અમને અસહ્ય ગંદકીનો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. વળી દુર્ગંધ આવતાં અમારું અહીં રહેવું મુશ્કેલ થઈ ગયું છે અને ચોવીસે કલાક બારીઓ બંધ રાખવી પડે છે. આળસુ કામદારોને કારણે લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. BMCએ પોતાની ફરજ સમજવી જોઈએ અને રોજ કચરો ઉપાડી સફાઈ પણ કરાવવી જોઈએ. કચરો નાખવા માટે ડસ્ટબિનો પણ મૂકવાં જોઈએ જેથી ગંદકી ન થાય અને બીમારી ન ફેલાય.’

આ બાબતે અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની આસપાસનો પરિસર તો જાણે કચરાપેટી જ હોય એ રીતે અહીં કચરો ઠાલવવામાં આવે છે. આ વિસ્તારમાં BMC કોઈ જ પ્રકારની સફાઈ કરતું ન હોવાથી જ્યાં જુઓ ત્યાં કચરો પથરાયેલો દેખાશે. આ બાબતે અમે કેટલીયે વખત ફોનથી ફરિયાદ કરી છે, પરંતુ માત્ર હકારમાં જવાબો આપે છે. હજી સુધી કોઈ જ પગલાં ભયાર઼્ ન હોવાથી અમે કચરાના ત્રાસથી બહુ જ કંટાળી ગયા છીએ. અમારા બિલ્ડિંગમાં કેટલાય લોકો આના કારણે બીમારીના ભોગ પણ બની રહ્યા છે. BMC હવે તો પોતાની આળસ છોડે અને લોકોના સ્વાસ્થ્ય માટે અહીં ડસ્ટબિનો મૂકે અને રોજ સફાઈ કરી દવાનો છંટકાવ કરે જેથી બીમારી ન ફેલાય અને લોકો સ્વસ્થ રહે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK