અંધેરીમાં દુકાનદારની જાગરૂકતાને કારણે જ્વેલરની દુકાનમાં ચોરી થતાં અટકી

અંધેરી-વેસ્ટમાં SV રોડ પરની અંધેરી માર્કેટની બાજુમાં આવેલી પાર્શ્વ જ્વેલર્સ નામની દુકાનમાં મંગળવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ચોરોએ ગટરની અંદર જઈ ત્યાંથી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો

Jewellery shop

ગટરની અંદર કરવામાં આવેલું બાકોરું.


ઉર્વી શાહ

અંધેરી-વેસ્ટમાં SV રોડ પરની અંધેરી માર્કેટની બાજુમાં આવેલી પાર્શ્વ જ્વેલર્સ નામની દુકાનમાં મંગળવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ચોરોએ ગટરની અંદર જઈ ત્યાંથી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જ એરિયામાં દુકાન ધરાવતા એક દુકાનદારની જાગરૂકતાને કારણે ચોરો ચોરી કરવામાં સફળ ન થતાં તરત જ નાસી છૂટ્યા હતા. આ બાબતની ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Jewellery shop

દુકાનની અંદરની ખોદેલી ટાઇલ્સ.


આ બાબતે વધુ માહિતી આપતાં જાગરૂક જ્વેલર હસમુખ કોઠારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘મારી દુકાન પણ આ જ એરિયામાં છે. રોજ રાતના હું અહીં એક-બે ચક્કર મારતો હોઉં છું. મંગળવારે હું મારા રાબેતા મુજબના ક્રમ પ્રમાણે અહીં ચક્કર મારવા આવ્યો હતો ત્યારે મને કંઈક તોડફોડ કરવાનો અવાજ સંભળાયો હતો. મને શક જતાંં તરત જ બધા જ્વેલરોને ફોન કરી અહીં બોલાવ્યા હતા. એ બાદ દરેક જ્વેલરે પોતાની દુકાન ખોલી તપાસ કરી લીધી હતી, બધું બરાબર હતું. જ્યારે બધા પોતપોતાની દુકાનની બહાર આવ્યા ત્યારે પાસે આવેલી પાર્શ્વ જ્વેલર્સની દુકાનના દાદરા ક્રૅક થયેલા જોવા મળ્યા હતા. દુકાનની પાસે જ આવેલી ગટરનું ઢાંકણું અડધું ખુલ્લું હતું. અમે એ બાદ ગટરનું આખું ઢાંકણું ઉપાડી જોયું તો અંદર એક બાકોરું દેખાયું હતું. ત્યારે અમને ખાતરી થઈ ગઈ કે કોઈ શખસે ગટરની અંદર જઈ ત્યાંથી દુકાનમાં ચોરી કરવા માટે પ્રયાસ કર્યો હતો. અમારા શોરબકોરને કારણે ચોર ચોરી કરવામાં સફળ ન થતાં બીજી કોઈ જગ્યાએથી બહાર નીકળીને નાસી છૂટ્યો હતો. અમે તરત જ પોલીસને બોલાવી ફરિયાદ નોંધાવી હતી અને આ વિસ્તારને સુરક્ષિત કરવા પોલીસની સિક્યૉરિટીની પણ અપીલ કરી હતી જેથી ચોરીના બનાવ બનતા અટકાવી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK