૧૫ મિનિટમાં એક જ પરિવારના ૯ જણ સ્વાહા, જેમાં ૫ બાળકો અને ૩ મહિલા

ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન હતી અને ઉપરના બે માળમાં તેઓ રહેતા હતા






જયેશ શાહ

અંધેરી (વેસ્ટ)માં જુહુ ગલીના વાયરલેસ રોડમાં અલ્લાદીન ચાલમાં આવેલા વફા મેડિકલ સ્ટોરમાં ગઈ કાલે વહેલી સવારે લાગેલી આગમાં એક જ પરિવારના નવ જણનાં મોત થયાં હતાં. કાળજું કંપાવી નાખે એવી આ ઘટનામાં ત્રણ મહિલા, એક પુરુષ અને પાંચ બાળકોનાં મોત થવાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ગ્રાઉન્ડ ફ્લોરમાં મેડિકલ સ્ટોર ચલાવતા મોહઝ્ઝીમ ખાનના પરિવારના ૧૨ જણ પહેલા અને બીજા માળે રહેતા હતા. પંદર મિનિટમાં સમગ્ર પરિવાર આગની જ્વાળાઓ અને ધુમાડાની લપેટમાં આવી ગયો હતો. પરિવારના ચાર પુરુષોમાંથી ત્રણ સહીસલામત બહાર નીકળવામાં સફળ થયા હતા. જોકે બાકીના સભ્યોને બચાવવામાં નાકામિયાબ રહ્યા એનો વસવસો તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો.

આગની જાણ થતાં ફાયર-બ્રિગ્રેડની ચાર ગાડી ઘટનાસ્થળે સવારે સાડાછ વાગ્યે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

 આ ઘટનાને પગલે DN નગર પોલીસ-સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગાઠવવામાં આવ્યો હતો. જોકે હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

ખાનપરિવારના મોભી ૬૨ વર્ષના મોહઝ્ઝીમ ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે સાડાપાંચ વાગ્યાની નમાજ બાદ રોજાની રસમ પૂરી કરીને પરિવારના સભ્યો સૂઈ ગયા હતા. અચાનક ૬ વાગ્યાની આસપાસ આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરી મૂકી કે આગ લગી હૈ, બાહર નિકલ આઓ; મેડિકલ મેં આગ લગી હૈ, ધુઆં નિકલ રહા હૈ. આ સાંભળીને મારો બીજા નંબરનો ૩૧ વર્ષનો દીકરો ઇમ્તિયાઝ ખાન મેડિકલ શૉપની ચાવી લઈને નીચે ઊતયોર્. તેને આગની ભયાનકતાનો ખ્યાલ નહોતો. તેણે દુકાન ખોલવાનો પ્રયત્ન કયોર્. દુકાનમાં ફટાકડાની જેમ કાચની દવાની બૉટલો ફૂટી રહી હતી. આસપાસના લોકો પોતાના ઘરમાંથી પાણી લાવીને નાખી રહ્યા હતા. હું પહેલા માળે હતો. હું બાજુના ઘરની ગૅલેરીમાં કૂદકો મારીને ગયો. મારો સૌથી નાનો દીકરો નિઝામ પણ બહાર નીકળવામાં સફળ થયો હતો. મેં ઘરમાં રહેલા બાકીના લોકોને બહાર આવવા બૂમો પાડી કે બાજુમાં આવો, હું તમને અહીંથી ખેંચી લઈશ. જોકે બહારના ભાગે મહોલ્લામાં બહુ દેકારો હતો અને આગના અવાજમાં મારો અવાજ દબાઈ ગયો. ૧૫ મિનિટમાં જ આગ અને ધુમાડાએ મારા ઘરને ભરડો લઈ લીધો હતો. આસપાસના લોકોએ ઘરમાં રહેલા લોકોને પોતાના જીવના જોખમે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ફાયર-બ્રિગ્રેડને સવાછ વાગ્યે જાણ કરવામાં આવી હતી, પરંતુ ગીચ વસ્તીવાળા નાના સાંકડા રસ્તામાં એ પહોંચે એ પહેલાં જ મારા પરિવારના નવ જણ આગની લપેટમાં આવી ચૂક્યા હતા. અલ્લાએ મને આ ઉંમરે બીબી અને ફૂલ જેવાં નાનાં-નાનાં બચ્ચાંઓથી દૂર કરી નાખ્યો.’

મોહઝ્ઝીમ ખાનના આ શબ્દોથી આજુબાજુમાં ઊભેલા લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. પવિત્ર રમઝાન માસમાં સમગ્ર વિસ્તારમાં શોકમય વાતાવારણ છવાઈ ગયું હતું.

પરિવારના ત્રણ સભ્યો મોહઝ્ઝીમ ખાન, તેનો બીજા નંબરનો દીકરો ઇમ્તિયાઝ અને ૨૦ વર્ષનો ત્રીજા નંબરનો અપરિણીત દીકરો નિઝામ સહીસલામત બહાર નીકળી ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK