કરોડોના ખર્ચે બનેલા સ્કાયવૉકનાં પતરાં છે નીકળવાની તૈયારીમાં

સ્કાયવૉક નીચેથી પસાર થતા રાહદારીઆના માથે જોખમ



ઉર્વી શાહ

સાંતાક્રુઝ-વેસ્ટમાં આવેલા સ્કાયવૉકનાં પતરાં નીકળવાની તૈયારીમાં છે. સ્ટેશન રોડ પાસેથી પસાર થતાં અહીં અડધા લટકી રહેલાં પતરાં દેખાઈ આવે છે. લટકી રહેલાં પતરાંને વહેલી તકે રિપેર કરવા જરૂરી બની જાય છે. આ બાબતે કેટલાક લોકોએ મિડ-ડે LOCALને ફરિયાદ પણ કરી હતી.

એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ પતરાં ક્યારેય પણ પડી શકે છે. સ્ટેશન પાસે જ હોવાથી રોજ પબ્લિકની ખાસ્સી અવરજવર રહે છે ત્યારે આ પ્રકારનાં લટકતાં પતરાં અચાનક જો કોઈના પર પડી જાય તો ઈજા પણ થઈ શકે છે. પતરાંની આવી હાલત ઘણા સમયથી છે તેમ છતાં હજી સુધી પ્રશાસન દ્વારા રિપેરિંગ માટે દુર્લક્ષ જોવા મળી રહ્યું છે. સ્કાયવૉક નીચેથી પસાર થનારા દરેક રાહદારી માટે અહીંં જોખમ જ છે. આથી પબ્લિકની સેફ્ટી માટે આ પતરાંને વહેલી તકે સરખાં કરવા જરૂરી છે.’

અન્ય એક રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ પ્રકારનાં તૂટી ગયેલાં પતરાંને જોઈને અહીંથી પસાર થતાં પણ ડર લાગે છે, કેમ કે ક્યારેય પણ કોઈના પર પડી શકે છે. આટલી મોટી બાબત હોવા છતાં પ્રશાસન કોઈ જ પગલાં ભરતું નથી એ નવાઈની બાબતે છે. શું કોઈને ઈજા થશે એ બાદ જ અહીં ઍક્શન લેવામાં આવશે? લોકોની સુરક્ષા માટે કંઈ જ ન કરે તો શું કામનું પ્રશાસન? આ લટકતાં પતરાં કેટલાં જોખમી છે એનો અંદાજ કદાચ જાડી ચામડીના પ્રશાસકોને નહીં હોય.’



લટકી રહેલાં પતરાં


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK