મુંબઈ : કીનન-રૂબેન હત્યાકાંડમાં 4 દોષિતોને ઉમર કેદ

2011માં અંધેરી વેસ્ટમાં પોતાની મહિલા મિત્રોને છેડછાડથી બચાવવા જતા બંને યુવકોની હત્યા થઈ હતી


(From left) Reuben Fernandez and Keenan Santos along with their friend Avinash Solanki


andheri murder


મુંબઈ : તા, 05 મે

મુંબઈના અંધેરી (વેસ્ટ) જેવા પોશ વિસ્તારમાં 20 ઓક્ટોમ્બર 2011માં પોતાની સ્ત્રી મિત્રો સાથે છેડછાડ કરી રહેલા યુવકોનો વિરોધ કરવા બદલ કીનન અને રૂબેન નામના બે નવયુવાનોની હત્યા કરવામાં આવી હતી. આ કેસે મુંબઈ સહિત દેશભરમાં ભારે સનસનાટી મચાવી હતી. હત્યાકાંડ કીનન-રૂબેન હત્યાકાંડ તરીકે જાણીતો બન્યો હતો. આ કેસમાં આજે મુંબઈની વિશેષ અદાલતે દોષીઓને સજા સંભળાવી હતી.

અદાલતે દોષિતો જિતેન્દ્ર રાણા, સુનીલ બોધ, સતીશ દુલ્હન અને દીપક તિવાલને ઉમર કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે ચારેય આરોપીઓ પર હત્યા ઉપરાંત મહિલાઓ સાથે છેડછાડ અને અભદ્ર વ્યવહારના દોષિત ઠેરવતા વધુ બે-બે વર્ષની સજા પણ ફટકારી હતી.

વર્ષ 2011માં 20 ઓક્ટોમ્બરે સાંજના સમયે અંધેરી વેસ્ટ કે જે મુંબઈના પોશ વિસ્તારમાં આવે છે. અહીં બોલિવૂડ સહિતની અનેક હસ્તીઓના નિવાસસ્થાનો આવેલા છે. અહીં સાંજના સમયે કીનન અને રૂબિન પોતાની કેટલાક મિત્રો સાથે જઈ રહ્યાં હતાં. કીનન-રૂબિનના ગ્રુપમાં કેટલીક છોકરીઓ પણ સામેલ હતી. દરમિયાન ચારેક અસામાજીક તત્વો એવા યુવાનોએ અચાનક જ કીનન-રૂબેનની મહિલા મિત્રોની છેડતી કરવાનું શરૂ કરી દીધું. કીનન-રૂબેને આ છેડછાડનો વિરોધ કરતા યુવકો તેમના પર તુટી પડ્યા હતાં. જીવલોણ હુમલામાં કીનનનું તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રૂબેને દસ દિવસ બાદ દમ તોડી દીધો હતો.

આ ઘટનાના મુંબઈ સહિત દેશભરમાં પડઘા પડ્યા હતાં. પોલીસ તુરંત કાર્યવાહી કરતા ચારેય આરોપીઓ જિતેન્દ્ર રાણા, સુનીલ બોધ, સતીશ દુલ્હન અને દીપક તિવાલની ધરકડ કરી હતી. અદાલતે વર્ષ 2012માં તમામ આરોપીઓ વિરૂદ્ધ હત્યા, હત્યાનું ષડયંટ્ર, છેડછાડ, યુવતીઓ સાથે અભદ્ર વર્તન સહિતના આરોપો ઘડી કાઢ્યાં હતાં. આમ છેલ્લા 4 વર્ષથી કીનન-રૂબેન કેસમાં સજાની રાહ જોવાઈ રહી હતી. આ ઈંતિજારીનો આજે અંત આવ્યો હતો.

મુંબઈની સ્પેશિયલ કોર્ટે કીનન-રૂબેન હત્યા કેસના તમામ ચારેય આરોપીઓને ઉમર કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે મહિલાઓની છેડતી અને અભદ્ર વર્તન કરવાના પણ દોષી ઠેરવ્યા હતાં. અદાલતે આ મામલે તેમને વધુ બે-બે વર્ષની સજા ફટકારી હતી.

સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું હ્તું કે તેમણે 30થી પણ વધારે સાક્ષીઓ અદાલત સમક્ષ રજુ કર્યા હતાં. મામલો બે હત્યાઓની સાથો સાથ મહિલાઓના સમ્માન અને ગરિમા સાથે પણ સંકળાયેલો હતો. અમે કોર્ટને અપીલ કરી હતી કે સમાજમાં કડક સંદેશ મળે અને દાખલો બેસે એ માટે કડકમાં કડક સજા આપવામાં આવે.

અદાલતના નિર્ણયને કીનનના પિતા વાલેરિન સેંટરએ આવકારતા કહ્યું હતું કે પુત્રને ગુમાવ્યાથી અમે ખુબ જ દર્દનાક સમયમાંથી પસાર થયા છીએ. અમારા માટે એ દુખ શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે, પરંતુ કોર્ટના નિર્ણયથી આજે અમને રાહત મળી છે. તેમણે કહ્યું હતું કે અમારી આ યાત્રા અહીં સમાપ્ત નથી થઈ. કારણ કે દોષીઓ ઉપરી અદાલતમાં અપીલ કરશે કેમકે એ તેમનો અધિકાર છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK