જુહુમાં બે મહિના પહેલાં રાખેલા ઘરનોકરે ગુજરાતી માલકણની હત્યા કરી નાખી

૩૩,૫૪,૦૦૦ રૂપિયાના દાગીના અને ૧,૦૦,૦૦૦ રૂપિયા રોકડા લઈને ફરાર

women murder



જુહુમાં પોતાના પતિ અને દીકરી સાથે રહેતાં પ૦ વર્ષનાં મીનોતી પરીખ સોમવારે ઘરમાં એકલાં હતાં ત્યારે તેમનો ઘરનોકર તેમની હત્યા કરીને ઘરમાં રહેલા દાગીના અને કૅશ એમ કુલ ૩૪,૫૪,૦૦૦ રૂપિયાની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો.

જુહુના વિઠ્ઠલનગરમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં મીનોતી પરીખ પોતાના પતિ અને દીકરી સાથે રહેતાં હતાં. તેમનાં દીકરા અને વહુ ઘરથી થોડે દૂર રહે છે. સોમવારે સવારે લગભગ અગિયાર વાગ્યે તેમના પતિ અને દીકરી બહાર ગયાં હતાં. ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે રસોઇયો રસોઈ કરીને જતો રહ્યો હતો. મીનોતી પરીખ ઘરમાં એકલાં હતાં એ દરમ્યાન તેમના ઘરનોકરે દુપટ્ટાથી તેમનું ગળું દબાવીને તેમની હત્યા કરી હતી તેમ જ ઘરમાં રહેલા ૩૩,૫૪,૦૦૦ રૂપિયાના દાગીના અને ૧,૦૦,૦૦૦ રૂપિયા કૅશ એમ કુલ ૩૪,૫૪,૦૦૦ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાંજે ૬ વાગ્યે તેમના પતિએ આવીને દરવાજો ઠોકવા છતાં કોઈ જવાબ ન મળતાં ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો હતો ત્યારે બાથરૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

 આરોપી નોકર મૂળ બિહારનો હતો અને બે મહિના પહેલાં તેને ઘરકામ માટે રાખવામાં આવ્યો હતો. મીનોતી પરીખના ઘરમાંથી નોકરનો એક ફોટો મળ્યો છે. જુહુ પોલીસે ચોરી અને ખૂનનો કેસ દાખલ કર્યો છે તેમ જ તેમના નોકરને શોધવા માટે પણ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK