જુહુના રહેવાસીઓને જીવદયા ભારે પડી

બે મહિના પહેલાં તેમણે એક ઈજાગ્રસ્ત વાંદરાને સહારો આપ્યો હતો. હવે એ વાંદરો આ વિસ્તારમાંથી જવા તૈયાર નથી : ઘરોમાં જઈને ખાવાનું સાફ કરી જાય છે અને સોફા પર સૂઈ જાય છે

monkey


નેહા એલ. એમ. ત્રિપાઠી

જુહુના રહેવાસીઓએ માર્ચ મહિનામાં તેમના વિસ્તારમાં આવેલા એક ઈજાગ્રસ્ત વાંદરાને સહારો આપ્યો હતો. એ સમયે તેમને એમ હતું કે વાંદરો થોડા દિવસમાં બીજા વિસ્તારમાં જતો રહેશે. એને બદલે હવે વાંદરો કોઈ પણ સોસાયટીના કોઈ પણ ફ્લૅટમાં ઘૂસીને એ ઘરમાંથી ખાવાનું ખાઈ જાય છે અને સોફા પર જઈને સૂઈ જાય છે. એને લીધે રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. આ માટે આ તેમણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને અનેક વાર ફરિયાદ કરી હોવા છતાં તેઓ આ વાંદરાને કાઢવા માટે કોઈ જ પગલાં નથી લેતાં.

આ બાબતની ફરિયાદ કરતાં આ વિસ્તારની લોહટસે સોસાયટીની રહેવાસી શર્મિલા વાસુદેવને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વાંદરાના ત્રાસથી છૂટવા માટે અમે કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા હતા, પણ અમને તેમના તરફથી જવાબ મળતો જ નહોતો. પંદર દિવસ પહેલાં ફોન લાગ્યો, પણ તેમના તરફથી અમને યોગ્ય પ્રતિસાદ નહોતો મળ્યો. ત્યાર પછી અમે અમારા સંપર્કનો ઉપયોગ કરીને વાંદરાના પકડનારને શોધ્યો. શહેરમાં માંડ એક માણસ છે જે વાંદરાને પકડે છે. તેણે કહ્યું કે હું પાંજરા વગર વાંદરાને નહીં પકડી શકું. તેણે ડ્રમથી પકડવાનો પ્રયાસ કર્યો જેમાં તે નિષ્ફળ ગયો હતો.’

અમુક જીવદયા અને પશુપ્રેમીઓ સોસાયટીમાંથી વાંદરો સહીસલામત બહાર જાય એવું ઇચ્છતા હોવાથી તેમણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદ લેવાનો નિર્ણય લીધો હતો. જે લોકો વાંદરાના તોફાનથી ત્રસ્ત થઈ ગયા હતા તેમણે કોઈ પણ ભોગે એનાથી છુટકારો મેળવવો હતો. આ સંદર્ભમાં સોસાયટીની અન્ય રહેવાસી નલિની મોહને કહ્યું હતું કે ‘અમે એનાથી કંટાળી ગયા છીએ, કારણ કે એ રસોડામાં ઘૂસીને ખાવાનું ખાઈ જાય છે તો ક્યારેક સોફા પર આવીને સૂઈ જાય છે, ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી જાય છે. અમે વધારે ત્યારે ત્રાસી ગયા જ્યારે તે રસોડામાં આવીને એક કિલો બટાટા ખાઈ ગયો. અમારાં બાળકોને એનો ડર લાગે છે અને અમને ક્યારેક કોઈ દુર્ઘટના બને એનો ભય લાગે છે.’

સોસાયટીના ટેરેસ-ફ્લૅટમાં રહતાં ત્રિશા રૉયચૌધરીએ કહ્યું હતું કે ‘વાંદરાએ હવે રોજનો ફિક્સ પ્રોગ્રામ બનાવી દીધો છે. તે ટેરેસ પર આવે છે અને બધું જ ગંદું કરી નાખે છે. તે ઈજાગ્રસ્ત અને શરીરથી નબળો પણ છે આમ છતાં જંગલી પ્રાણીઓ ક્યારે શું કરી બેસે એની કોઈને ખબર નથી હોતી. અમે જાણે જેલમાં રહેતા હોઈએ એવું લાગે છે.’

પહેલા દિવસથી જ વાંદરાને હટાવવા માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરી રહેલી સુલેખા વાસુદેવને કહ્યું હતું કે ‘મને મારા મિત્ર દ્વારા રેસ્ક્યુનિક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેરની ખબર પડી જે અમને સારી મદદ કરી શકે એમ છે, પણ અમે વાંદરાનું સહીસલામત સ્થળાંતર થાય એમ ઇચ્છીએ છીએ. જોકે અમને કોઈની મદદ જ નથી મળતી.’

રેસ્ક્યુનિક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેરના ફાઉન્ડર પવન શર્માએ કહ્યું હતું કે ‘અમે જુહુના રહેવાસીઓ સાથે સંપર્કમાં છીએ. સૌથી મોટી મુસીબત એ છે કે વાઇલ્ડ ઍનિમલ માટે પ્રૉપર મશીનરી નથી.’

થાણે ફૉરેસ્ટના ચીફ કન્ઝર્વેટર કે. પી. સિંહે કહ્યું હતું કે ‘મેં મારા અધિકારીઓને આ બાબતમાં તરત જ કાર્યવાહી કરવાનું કહ્યું છે. વાંદરાને પકડવા માટે કોઈ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર નથી. આમ છતાં અમે એના પર કામ કરી રહ્યા છીએ. અમે એના પર તરત જ કાર્યવાહી કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK