7 જ મિનિટમાં આખા વર્ષની બચત થઈ ગઈ સાફ

જોગેશ્વરીના ગુજરાતી દંપતીએ દીકરીની સ્કૂલ બદલવા માટે ભારે મહેનતે પૈસા જમા કર્યા હતા : ATM કાર્ડ બ્લૉક કરવાની બીક બતાવીને મેળવી લીધો પિન


robbery


પ્રીતિ ખુમાણ ઠાકુર

દીકરીના ભવિષ્યને સુધારવા માટે જ્યાં-ત્યાંથી બચત કરીને જમા કરેલા પૈસા જ્યારે મિનિટોની અંદર જ જતા રહે ત્યારે કેવો આઘાત લાગે છે એનો કડવો અનુભવ થયો છે જોગેશ્વરી (ઈસ્ટ)માં આવેલી જનતા કૉલોનીમાં રહેતા એક ગુજરાતી પરિવારને. ઓછી આવકમાંથી પણ દીકરીની સારી ટૅલન્ટને વધારો આપવા તેને હજી સારી સ્કૂલમાં બેસાડવાની મધ્યમ વર્ગના દંપતીની ઇચ્છા હતી. જોકે એક બોગસ ફોન આવતાં અને એના પર તેમણે માહિતી આપતાં તેમના અકાઉન્ટમાંથી તરત જ પૈસા ઊડી ગયા હતા. આ વિશે તેમણે મેઘવાડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસ કરી રહી છે.

બોગસ ફોન આવતાં બધી માહિતી તેણે ચતુરાઈથી લઈ લીધી એમ જણાવીને અનીતા પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિના મોબાઇલ પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે HDFC, ICICI, બૅન્ક ઑફ બરોડા વગેરે પાસેથી અમે કૉન્ટ્રૅક્ટ લીધો છે અને અમારી પાસે ATM બ્લૉક કરવાનું લિસ્ટ આવ્યું છે એમાં તમારું નામ પણ છે એટલે તમને અમે નવું કાર્ડ આપીશું અને જૂનું કાર્ડ બ્લૉક કરી દઈશું, તમે જૂના ATM કાર્ડનો પિન આપો અને અમે તમને ફોન પર જ નવા કાર્ડનો પિન આપીશું. બ્લૉક કરવાની વાત કરતાં મારા પતિ ચિંતામાં મુકાઈ ગયા હતા. તે વાત પણ એવી રીતે કરતો હતો કે તેના પર જરા પણ ડાઉટ ન જાય.’

સાતેક મિનિટની અંદર જ પૈસા ઊડી ગયા એમ જણાવીને અનીતાએ કહ્યું હતું કે ‘અમને વાતોમાં લઈને તેણે ફોન પર જ અમારી પાસેથી આધાર કાર્ડ, પૅન, ATM પિન જેવી માહિતી લઈ લીધી હતી. તે વ્યક્તિ એવી રીતે વાત કરતી હતી કે તે ફ્રૉડ હશે એવો જરા પણ અંદાજ આવી શકે એમ નહોતો. તેણે કહ્યું કે ઑનલાઇન બધું અમે કરી દઈશું એટલે બધી માહિતી આપીને આઠેક મિનિટ તેની સાથે વાત કરી હતી. હજી તો ફોન મૂક્યો જ હતો કે થોડી સેકન્ડની અંદર જ મોબાઇલ પર મેસેજિસ આવવા લાગ્યા હતા. પહેલા મેસેજમાં ૯૯૯૭ રૂપિયા, પછી ૪૦૦૦ રૂપિયા, ફરી પાછા ૪૦૦૦ રૂપિયા, પછી ૫૦૦૦ રૂપિયા, ફરી પાછા ૫૦૦૦ રૂપિયા, પછી ૯૯૯૭ રૂપિયા અને સાતમા મેસેજમાં ૪૦૦૦ રૂપિયા એમ કુલ સાત મેસેજ આવ્યા અને અકાઉન્ટમાં રહેલા ૪૧,૯૯૪ રૂપિયા વિધડ્રૉ થઈ ગયા હતા. અકાઉન્ટમાં ફક્ત ૬૦૦ રૂપિયા બૅલૅન્સ રાખ્યા હતા. સાતેક મિનિટની અંદર એટલા પૈસા ઊડી ગયા હતા. આ મેસેજ આવતાં અમને તો કંઈ સમજાતું નહોતું કે આ શું થઈ ગયું.’

હું ભણી નથી, પણ દીકરીની ટૅલન્ટને આગળ વધારવા અમે મહેનત કરી રહ્યા છીએ એવું જણાવીને અનીતાએ કહ્યું હતું કે ‘અમે મધ્યમ વર્ગના છીએ અને મારા પતિ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. મારી નવ વર્ષની દીકરી ચોથા ધોરણમાં ભણે છે અને તેનામાં સારી ટૅલન્ટ છે. તેને સારું ભવિષ્ય મળે એટલે તેને પાંચમા ધોરણથી બીજી સારી સ્કૂલમાં બેસાડવા માટે એકાદ વર્ષથી અમે એટલી રકમ ભેગી કરી શક્યા હતા. હું પણ ઑફિસમાં સાફસફાઈ કરું છું. હું કે મારા પતિ વધારે ભણેલા ન હોવાથી અમારી ઇચ્છા છે કે મારી દીકરીની ટૅલન્ટથી તે સારી સ્કૂલમાં હજી સારું ભણે. જોકે અમારાં સપનાં પૂરાં થાય એ પહેલાં જ વિખરાઈ ગયાં છે. અમારા માટે આ બનાવ ખૂબ મોટા આઘાત બરાબર છે. મહેનતના પૈસા આ રીતે ફ્રૉડથી જતા રહેતા ખૂબ દુખ થઈ રહ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK