એક દિવસનું કામ પૂરું કરતાં સુધરાઈને લાગ્યા છ મહિના

વિલે પાર્લે-ઈસ્ટમાં સ્ટેશનની પાસે સહારા હોટેલની બાજુમાં સુધરાઈને છ મહિના બાદ રસ્તા વચ્ચે પડેલા પેવર બ્લૉક્સના ઢગલા તથા વાયરોને ઉપાડવાની ફુરસદ મળી હતી. આટઆટલા મહિનાઓથી વચ્ચે પડેલા વાયરોને કારણે પસાર થનારી પબ્લિકે ત્રાસ સહન કરવો પડ્યોે. સુધરાઈ દ્વારા કરવામાં આવતાં કામ જો યોગ્ય સમયે પૂરાં ન થાય તો શું ફાયદો? આ બાબતનો મિડ-ડે LOCALમાં અહેવાલ પ્રસિદ્ધ થયાના છ મહિના પછી સુધરાઈએ અહીં પડેલા વાયરો તથા પેવર બ્લૉક્સને ખસેડીને સફાઈ કરી હતી.

bmc work



આ બાબતે વિકાસ શાહે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આટલા મહિનાઓથી આ બધી સમસ્યાને કારણે અમે પરેશાન હતા. સુધરાઈને કેટલીયે ફરિયાદો કર્યા પછી પણ તેમના તરફથી ખાસ રિસ્પૉન્સ મળતો નહોતો. પરિણામે જે સમસ્યા અમુક દિવસોમાં સૉલ્વ થઈ જાય એને સૉલ્વ કરતાં સુધરાઈને છ મહિના લાગી ગયા. આજના સમયમાં આટલી ઓછી સ્પીડે જો સુધરાઈ દ્વારા કામ થશે તો એ કેમ ચાલશે? હાલમાં આ વાયરો અને પેવર બ્લૉક્સની સફાઈ થઈ જવાને કારણે અહીંથી પસાર થતાં સારું ફીલ થાય છે.’


bmc work



અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં વાયરોના ગૂંચળાંઓ પડ્યાં હોવાથી પસાર થવું ભારે પડી જતું હતું. સુધરાઈ દ્વારા સમયસર યોગ્ય સફાઈના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા હતા. છ મહિના સુધી સમસ્યાનો કોઈ ઉકેલ ન આવે એ કેવું કહેવાય? ઇલેક્શનના સમયે મોટા વાયદાઓ કરનારા અને કામ કરવામાં પાછળ રહેનારા શું કામના? મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યા બાદ પણ સુધરાઈએ ત્વરિત ઍક્શન ન લેતાં લોકોની પરેશાની વધી રહી હતી. હવે અહીં સફાઈ કરવામાં આવી છે. જો આ કામ પહેલાં જ પ્રશાસને કર્યું હોત તો લોકોને ઓછી તકલીફો સહન કરવી પડી હોત.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK