અંધેરીમાં ચામડાની બૅગ લઈને નીકળેલા યુવાનને ગૌરક્ષકોએ અટકાવીને ધમકાવ્યો

જ્યારે ખબર પડી કે તે બ્રાહ્મણ છે ત્યારે તેને જવા દીધો : પોલીસ આને પબ્લિસિટી-સ્ટન્ટ માને છે

Barun Kashyap was harassed and threatened by an autorickshaw driver and two of his aides for carrying a leather bag


વિનય દળવી

ચામડાની બૅગ લઈને ઑફિસ જવાનું ૨૪ વર્ષના એક યુવાનને ગઈ કાલે મોંઘું પડ્યું હતું, કારણ કે કહેવાતા ગૌરક્ષકોએ તેને રોક્યો હતો અને તે યુવાન બ્રાહ્મણ છે એવું જાણ્યા બાદ તેને જવા દીધો હતો. આર. એમ. પિક્ચર્સમાં ક્રીએટિવ ડિરેક્ટર તરીકે કામ કરતો બરુન કશ્યપ ઇન્ફિનિટી મૉલથી લિન્ક રોડ મારફત અંધેરી (વેસ્ટ)ના વીરા દેસાઈ રોડ પરની તેની ઑફિસમાંથી જવા માટે ગઈ કાલે રિક્ષામાં બેઠો હતો.

આ ઘટના વિશે માહિતી આપતાં બરુન કશ્યપે કહ્યું હતું કે ‘મારા લાંબા વાળ જોઈને રિક્ષાવાળો મને સવાલો પૂછવા લાગ્યો હતો. થોડી વાર પછી રિક્ષાવાળાએ મને કહેલું કે મારી બૅગમાંથી વાસ આવે છે. મેં તેને કહ્યું કે બૅગ ભીંજાયેલી હોવાને કારણે વાસ આવે છે. એટલે તેણે મને સવાલ કર્યો હતો કે ગાયના ચામડામાંથી બનાવેલી બૅગ તમે શા માટે વાપરો છો? મેં તેને કહ્યું કે આ બૅગ ગાયના નહીં પણ ઊંટના ચામડામાંથી બનેલી છે અને એ મેં રાજસ્થાનના પુષ્કરમાંથી ખરીદી હતી.’

થોડા આગળ ગયા પછી રિક્ષાચાલકે રિક્ષાને અંધેરીમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ નજીકના સાંઈબાબા મંદિર પાસે ઊભી રાખી હતી અને તેના બે દોસ્તોને બોલાવ્યા હતા. એ બન્નેએ મરાઠીમાં કંઈક વાત કરી હતી અને પછી બરુન કશ્યપની બૅગ ચેક કરવા જણાવ્યું હતું. બરુન કશ્યપે ઇનકાર કર્યો તો તેમણે ધરાર તેની બૅગ ચેક કરી હતી અને નામ પૂછ્યું હતું. નામ જાણ્યા પછી એ લોકોએ આપસમાં ગણગણતાં કોઈ વાત કરી હતી, જેમાંથી બરુન કશ્યપ એક જ શબ્દ બ્રાહ્મણ સમજી શક્યો હતો.

leather persh


બરુન કશ્યપને બાદમાં રિક્ષાવાળો નજીકના રસ્તા પર છોડી ગયો હતો. એ રીક્ષા પર આગળ મરાઠીમાં ૯૬૨૭ અને પાછળ ૯૬૨૫ નંબર લખેલો હતો. બરુન કશ્યપે રિક્ષાવાળાને તેનો મોબાઇલ નંબર પૂછ્યો ત્યારે રિક્ષાવાળાએ કહ્યું હતું કે ‘અભી બચ ગએ હો, અગલી બાર નહીં બચોગે.’

બરુન કશ્યપે આ ઘટના સંબંધે DN નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. DN નગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ધનાજી નલાવડેએ કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધી છે. આ ઘટના આંબોલી પોલીસ-સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની હોવાથી કેસ ત્યાં ટ્રાન્સફર કર્યો છે.’

પોતે રિક્ષાનો નંબર પોલીસને આપ્યો હોવાનો દાવો બરુન કશ્યપે કર્યો હતો, પણ ધનાજી નલાવડેએ એનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે બરુન કશ્યપ પબ્લિસિટી-સ્ટન્ટ ખાતર આવો દાવો કરતો હોય એવું લાગે છે.

એ પછી આંબોલી પોલીસ-સ્ટેશનની મુલાકાત લીધી હોવાનો અને ફરિયાદમાં જે રિક્ષાનો નંબર જણાવ્યો છે એવી કોઈ રિક્ષા ન હોવાનું પોલીસે જણાવ્યાનો દાવો પણ બરુન કશ્યપે કર્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK