આવો બર્થ-ડે તો કોઈકનો જ સેલિબ્રેટ થાય

પોલીસ-સ્ટેશનમાં કમ્પ્લેઇન્ટ નોંધાવવા આવેલા ફરિયાદીના બર્થ-ડેની પોલીસને ખબર પડી કે તરત જ તેમણે મીઠાઈ મગાવીને ઉજવણી કરી

birthday

મમતા પડિયા

મુંબઈ પોલીસે દરરોજ અનેક પડકારનો સામનો કરવો પડે છે અને એમાંય અમુક વખતે તો બાળકો કે વૃદ્ધોને ખુશ કરીને માણસાઈની ફરજ પણ તેઓએ અદા કરવી પડે છે, પરંતુ આ વખતે એક અલગ અંદાજમાં પોલીસે ફરિયાદીનો બર્થ-ડે ઊજવીને પોલીસ-સ્ટેશનમાં પણ સેલિબ્રેશન થઈ શકે છે એનો દાખલો બેસાડ્યો છે. સાકીનાકામાં રહેતો ૨૮ વર્ષનો અનિશ જૈન સાંજે તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો હતો, પરંતુ સેલિબ્રેશન કરવાને બદલે તેણે સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવું પડ્યું હતું. બર્થ-ડેના દિવસે પોલીસ-સ્ટેશન જવું પડ્યું હોવાનો વસવસો કરી રહેલા અનિશ જૈનને સાકીનાકા પોલીસે મીઠાઈ ખવડાવીને સરપ્રાઇઝ આપી અને તેના બર્થ-ડેની ઉજવણી પણ કરી હતી.

બર્થ-ડેના દિવસે મંદિરે દર્શન કરવા જવું કે મિત્રો સાથે પાર્ટી કરવી જેવો પ્લાન સામાન્ય છે, પણ પોલીસ-સ્ટેશનમાં જવું પડે એવું તો કોઈએ સપનામાંય વિચાર્યું ન હોય એમ જણાવીને અનિશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી ફિયાન્સે સાથે મૂવી જોવા જઈ રહ્યો હતો ત્યારે સાકીનાકામાં સિગ્નલ પાસે મારી કારને પાછળથી એક ટેમ્પોએ ટક્કર મારી દીધી. મારી કારનું બમ્પર તૂટી ગયું અને ઘણું નુકસાન થયું. હું સાકીનાકા પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. ત્યાં સબ-ઇન્સ્પેક્ટર દત્તારાજ તાંદળેને હું મારી સાથે શું બનાવ બન્યો એની વિગત જણાવી રહ્યો હતો ત્યારે મેં તેમને કહ્યું એક તો આજે મારો બર્થ-ડે છે અને આજના દિવસે મારે પોલીસ-સ્ટેશન આવવું પડ્યું છે એમ કહીને હું ઉદાસ થઈ ગયો હતો. મારી ફરિયાદ નોંધતાં ઇન્સ્પેક્ટરે મને પ્રશ્ન કર્યો કે ‘કેમ પોલીસ-સ્ટેશનમાં બર્થ-ડે સેલિબ્રેટ ન કરી શકાય? અમે અહીં ફરજ બજાવનારા પણ તમારી જેમ સામાન્ય માણસો જ છીએ. હું વિચારમાં પડી ગયો. એક તરફ મારી ફરિયાદ નોંધવાનું ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ઇન્સ્પેક્ટર મીઠાઈ લઈને આવ્યા અને મારું મોઢું મીઠું કરાવ્યું. અહીંનો સ્ટાફ એક મિનિટ જેટલો પણ ફ્રી નહોતો પરંતુ થોડો બ્રેક લઈને તેમણે મને મીઠાઈ ખવડાવીને મેં ધાર્યા કરતાં વધુ સુંદર રીતે પોલીસ-સ્ટેશનમાં મારો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો. મને મીઠાઈ ખવડાવતાં તેઓએ મારી સાથે ફોટો પણ પાડ્યા. એ વખતે હું જાણે કોઈ સેલિબ્રિટી હોઉં એવી લાગણીનો અનુભવ મને પોલીસ-સ્ટેશનના તમામ લોકોએ કરાવ્યો હતો. હું પોલીસ-સ્ટેશનમાં પ્રવેશ્યો ત્યારે ઘણો ઉદાસ હતો, પરંતુ ત્યાંથી નીકળતી વખતે મારા મોઢા પર અનેકગણી ખુશી હતી. હું તો મનોમન ખુશ થઈ રહ્યો હતો કે આવો બર્થ-ડે તો કોઈકનો જ સેલિબ્રેટ થતો હશે.’

અમે અહીં પબ્લિકને સર્વિસ આપવા માટે બંધાયેલા છીએ એમ જણાવીને સાકીનાકાના સિનિયર ઇન્સ્પેક્ટર ધર્માધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે અનિશ જૈનના બર્થ-ડેનું સેલિબ્રેશન એ મારા જુનિયર ઇન્સ્પેક્ટરોના પ્રેઝન્સ ઑફ માઇન્ડની ઊપજ છે. કમ્યુનિટી પૉલિસી અંતર્ગત નાગરિક સાથે ફ્રેન્ડ્લી વર્તન કરીને મારા ઇન્સ્પેક્ટરોએ અનિશનો બર્થ-ડે ઊજવ્યો. મને પણ એ વિશે ખબર નહોતી, પણ સેલિબ્રેશનની જાણ થઈ ત્યારે ઘણી ખુશી થઈ. એ ઉપરાંત અજાણતાં જ મારા ઇન્સ્પેક્ટરોએ કરેલી આ પહેલને પોલીસ-ટ્વિટર પર સારો રિસ્પૉન્સ મળ્યો. પોલીસ-સ્ટેશનમાં ચિંતામાં આવેલી વ્યક્તિ ખુશી સાથે પાછી ફરે એથી વિશેષ અમને બીજું શું જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK