વિલે પાર્લેની ગુજરાતી યુવતીની આત્મહત્યા

લાંબા સમયની ટીબીની બીમારીથી કંટાળીને ડિપ્રેશનમાં આવી જવાથી રિન્કલ શાહે આ પગલું ભર્યું હોવાનો તેના પરિવારનો પોલીસ સમક્ષ દાવો

suicide


રોહિત પરીખ

વિલે પાર્લે (વેસ્ટ)માં રહેતી ૨૪ વર્ષની રિન્કલ સૌરભ શાહે ટીબીની બીમારીથી કંટાળીને ગઈ કાલે બપોરે સોસાયટીની પાણીની ટાંકીમાં પડીને આત્મહત્યા કરી હતી. રિન્કલના આ પગલાથી તેની સોસાયટીમાં હાહાકાર મચી ગયો હતો.

રિન્કલ શાહના એક સંબંધીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિન્કલે ત્રણ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતના મોઢ વાણિયા પરિવારના સૌરભ સાથે લવમૅરેજ કર્યા હતાં. આ મૅરેજ બન્ને પરિવારોની સહમતીથી થયાં હતાં. એ સમયે કોઈ જ વિવાદ નહોતો. રિન્કલને બે વર્ષનો પુત્ર છે. તેના પુત્રના જન્મના આસપાસના સમયમાં જ રિન્કલ ટીબીની પેશન્ટ બની ગઈ હતી.’

રિન્કલના ભાઈ અને સૌરભે વિલે પાર્લેમાં જ ઇલેસ્ટ્રિક ડેકોરેટિવ લાઇટનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ સંદર્ભમાં રિન્કલના સંબંધીએ કહ્યું હતું કે ‘તેઓ ત્રણ પાર્ટનર હતા. રિન્કલના ફાધરે પોતાના ફ્લૅટ પર લોન લઈને આ બિઝનેસમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ બિઝનેસમાં નુકસાન જતાં રિન્કલ ટેન્શનમાં આવી ગઈ હતી.’

ગઈ કાલની ઘટનાની વાત કરતાં રિન્કલના સંબંધીએ કહ્યું હતું કે ‘ગઈ કાલે રિન્કલ ઘરમાંથી બે કલાક સુધી ગુમ થઈ ગઈ હતી. આથી તેના પરિવાર સાથે સોસાયટીના સભ્યો પણ રિન્કલને શોધવા નીકળી ગયા હતા. સોસાયટીના ઘ્ઘ્વ્સ્ કૅમેરાના ફુટેજમાં એટલું નક્કી થઈ ગયું હતું કે રિન્કલ સોસાયટીની બહાર ગઈ નથી. આથી બધાએ સોસાયટીની અંદર જ રિન્કલની તપાસ શરૂ કરી હતી. એ સમયે કોઈને મનમાં વિચાર આવ્યો કે ટેરેસ પર જઈને પાણીની ટાંકી પણ ચેક કરવી જોઈએ.’

પાણીની ટાંકી ચેક કરતાં રિન્કલની ડેડ-બૉડી એમાંથી મળી હતી. આ વિશે બોલતાં રિન્કલના સંબંધીએ કહ્યું હતું કે ‘સોસાયટીના સભ્યો અને પરિવારે તરત જ આ બાબતની પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ રિન્કલની બૉડીને પોસ્ર્ટમૉર્ટમ માટે લઈ ગઈ હતી.’

આ બનાવ બાબતમાં વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિન્કલનાં સાસરિયાં અને પિયરિયાં બન્નેએ તેની આત્મહત્યા પાછળનું કારણ તેની લાંબી બીમારી બતાવ્યું હતું. અમે તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK