અંધેરીમાં રહેતી ભાભીને બદનામ કરતા રાજકોટવાસી દિયરની ધરપકડ

ફેસબુક અકાઉન્ટ હૅક કરીને તેના નામે અશ્લીલ મેસેજ અને તસવીરો પોસ્ટ કરતો હતો : મમ્મીને પોતાની પત્ની કરતાં બીજી વહુ વધારે ગમે છે એટલે તેને ગુસ્સો હતો

cheating


વિજયકુમાર યાદવ


અંધેરીમાં પતિ સાથે રહેતી ૩૫ વર્ષની મહિલાનો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પરનો પ્રોફાઇલ હૅક કર્યા બાદ બનાવટી પ્રોફાઇલ બનાવીને તેના નામે ફ્રેન્ડ્સ સાથે વલ્ગર ચૅટિંગ કરનારા તેના ૩૫ વર્ષના દિયરની BKC સ્થિત સાઇબર પોલીસ-સ્ટેશને ધરપકડ કરી છે. આરોપી તેની પત્ની અને મમ્મી સાથે રાજકોટમાં રહે છે. 

કૌટુંબિક વેરઝેરને કારણે બનેલી આ ઘટનામાં મમ્મી પોતાની પત્ની કરતાં તેની ભાભી પર વધારે હેત વરસાવતી હોવાથી આરોપીના મનમાં ઈર્ષા હતી. બદનામીના આ કાવતરાનો ભોગ બનેલી અંધેરીની મહિલાએ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં BKC વિસ્તારના સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે બનાવટી પ્રોફાઇલ દ્વારા બદનામ કરનાર સગો દિયર હોવાની તેને ખબર નહોતી. એથી પોતાનું અકાઉન્ટ હૅક કરીને તેના નામ અને ફોટોગ્રાફ સાથે બનાવટી પ્રોફાઇલ દ્વારા કોઈ અજાણી વ્યક્તિ બદનામ કરતી હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું હતું.  

આ ફરિયાદને પગલે ડેપ્યુટી પોલીસ-કમિશનર (સાઇબર ક્રાઇમ) એમ. રાજકુમારે ઇન્સ્પેક્ટર રવિ સરદેસાઈ અને અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સંદીપ ભાલને તપાસ સોંપી હતી. તેમણે સર્વિસ પ્રોવાઇડર પાસેથી ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ મેળવીને ટેક્નિકલ ડીટેલનું વિશ્લેષણ કર્યા બાદ આરોપી રાજકોટમાં હોવાનું જાણ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિ ફરિયાદી મહિલાનો સગો દિયર હતો. આરોપીને મુંબઈ લાવીને ગઈ કાલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં જાણવા મયું હતું કે આરોપીની પત્ની અને તેની ભાભીના સંબંધો વણસેલા હોવાથી બન્ને હંમેશાં ઝઘડતી રહેતી હતી. સાસુ અંધેરીમાં રહેતી વહુને વધારે ચાહતી હોવાથી રાજકોટમાં રહેતી વહુ ગુસ્સે ભરાતી હતી. આ બધું જાણતા આરોપીને તેની ભાભીની ઈર્ષા થતી હોવાથી તેણે ભાભીને હેરાન કરવા માટે આ કાવતરું કર્યું હતું.

કેસની તપાસ કરાનારા અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સંદીપ ભાલે જણાવ્યું હતું કે ‘ભાભીના નામના અકાઉન્ટનો વપરાશ કરતો આરોપી તેની બહેનપણીઓ, મિત્રો અને સગાં સાથે ચૅટ કરવા માંડ્યો હતો. ચૅટિંગમાં આરોપી અશ્લીલ ભાષા વાપરતો હતો. ફરિયાદીની બદનામી થાય એવી પોસ્ટ લખીને અને મેસેજ તથા ફોટોગ્રાફ્સ વડે પણ ખરાબ ચિત્ર ઊભું કરવાનો ત્રાગડો રચીને એ કાવતરું ૨૦૧૫ના ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી ચલાવ્યું હતું.’

કેટલાંક સગાં અને ફ્રેન્ડ્સ તેના વિચિત્ર ઑનલાઇન બિહેવિયર વિશે પૂછપરછ કરવા માંડ્યા ત્યારે ફરિયાદીને કંઈક અજુગતું બની રહ્યું હોવાની શંકા ગઈ હતી. આરોપીએ ગુનો આચરવા માટે જે મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો હતો એ ફોન પણ પોલીસ મેળવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK