સાંતાક્રુઝ-અંધેરીમાં સફાઈ-કામદારો આળસ ખંખેરીને ક્યારે કામ કરતા થશે?

કચરાને કારણે સર્જાયું ગંદકીનું સામ્રાજ્ય

dirtyness



ઉર્વી શાહ


એક બાજુ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે હજી પણ એવા કેટલાય વિસ્તારો છે જ્યાં સફાઈ-કર્મચારીઓ દ્વારા પૂરતી માત્રામાં સફાઈ ન થવાને કારણે કચરાના ઢગલાઓ દિવસો વીતી જવા પછી પણ એમ જ પડ્યા હોય છે. અંધેરી-સાંતાક્રુઝમાં રસ્તાઓ તથા ફુટપાથો કચરાના ઢગલાઓથી ભરેલી રહેતાં અહીં એક નજરે જ સફાઈ-કામદારોની આળસનાં દર્શન થઈ જાય છે. દિવસો સુધી કચરાના ઢગલાઓ ન ઉપાડતા તથા સફાઈ-કામદારો સમયસર સફાઈ ન કરતા હોવાની ફરિયાદ રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

સાંતાક્રુઝ-વેસ્ટમાં ટિળક રોડ પર ડસ્ટબિન ન હોવાને કારણે રસ્તા પર કચરાના ઢગલાઓ છે. અહીં એક પણ ડસ્ટબિન નથી તો વળી સફાઈ-કામદારો પણ સમયસર કચરો ન ઉપાડતાં રોડ પર ગંદકી સર્જાઈ રહી છે.


dirtyness



આ બાબતે દિલીપ છાટબારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં કાયમની કચરાની સમસ્યા છે. અહીં કચરો ફેંકશો તો ૨૦૦૦ રૂપિયાનો દંડ થશે એવું બોર્ડ પણ સુધરાઈ દ્વારા લગાડવામાં આવ્યું છે તેમ છતાં, આ બોર્ડ પાસે કચરાના ઢગલાઓ દેખાય છે. સફાઈ-કામદારો પણ આ કચરો યોગ્ય સમયે ન ઉપાડતાં કચરાનો ઢેર થાય છે. જો સુધરાઈના કર્મચારીઓ સમયસર કામ કરે તો કચરાના ઢગલાઓ થવાની નોબત જ ન આવે. અહીં કચરો નાખવા માટે યોગ્ય સુવિધારૂપે ડસ્ટબિનો મુકાશે તો આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.’

અંધેરી-ઈસ્ટમાં પારસી પંચાયત રોડ પર આવેલા સિમરન સેન્ટર પાસેની આખી ફુટપાથ પર કચરો પથરાઈ ગયો છે. એક નજરે જોતાં લાગે કે આ ડસ્ટબિન છે કે પછી ફુટપાથ? કચરાથી ભરેલી ફુટપાથ હોવાને કારણે રાહદારીઓ અહીંથી ચાલી જ શકતા નથી. આ ફુટપાથ પરથી કચરો ઉપાડવામાં ન આવતાં ગંદકી સર્જાઈ ગઈ છે.

આ બાબતે ફરિયાદ કરતાં ધીરજ નંદુએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં એટલી બધી માત્રામાં કચરો ફેલાયેલો છે કે દૂરથી જોઈએ તો ફુટપાથ દેખાય જ નહીં. ફુટપાથ પર પથરાયેલા કચરાને જોઈને લાગે કે સફાઈ-કામદારો શું કામ કરે છે? કેમકે અહીં સફાઈ તો થયેલી જોવા જ મળતી નથી. આવી ગંદકીમાંથી પસાર થતાં ત્રાસી જવાય છે. પથરાયેલા કચરાને કારણે એની પર માખી-મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. ફુટપાથ આવી ગંદી હશે તો લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડશે. સ્વચ્છ મુંબઈ હરિત મુંબઈ એ સ્લોગનની થોડી અસર પણ અહીં દેખાતી નથી. કચરાના ઢગલાઓને કારણે આ વિસ્તાર ગંદકીથી ભરાઈ ગયો છે. સફાઈ-કામદારો અહીં રોજ નિયમિત સફાઈ કરશે તો કચરો ફેલાતો અટકી જશે અને ગંદકી પણ ન થતાં આ જગ્યા સ્વચ્છ બનશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK