આ શૉર્ટકટ હૉસ્પિટલ સુધી પહોંચાડી શકે

સાંતાક્રુઝમાં ટ્રાફિકથી બચવા માટે બાઇકરો તૂટેલા ડિવાઇડરની વચ્ચેથી પસાર થાય છે

short cut

તૂટેલા ડિવાઇડરની વચ્ચેથી પસાર થતી બાઇક.


ઉર્વી શાહ

સાંતાક્રુઝ-વેસ્ટમાં SV રોડ પરનાં ડિવાઇડરો વચ્ચેથી તૂટી જતાં કેટલાય બાઇકરો શૉર્ટકટ માટે અહીં વચ્ચેથી પસાર થાય છે. આવી રીતે રોન્ગ સાઇડમાંથી જો વેહિકલો પસાર થશે તો અહીં અકસ્માત થવાના બનાવ બની શકે છે. આમ પણ અહીં સતત વેહિકલો પસાર થતાં જ રહે છે ત્યારે વચ્ચેથી વેહિકલો પસાર થશે તો સમસ્યા વધુ વધી જશે.

આ બાબતે એક રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ ડિવાઇડર તૂટી ગયાને ખાસ્સો સમય થઈ ગયો છે. તૂટેલા ડિવાઇડરના કારણે પસાર થતાં ભારે પરેશાની થાય છે. ક્યારેય પણ કોઈ બાઇકર વચ્ચેથી જવા પ્રયત્ન કરે છે. તેઓનો આ પ્રયત્ન ક્યારેક અમારો જીવ લઈ શકે છે. અહીં ટ્રાફિક-પોલીસની આ બાબતે બેદરકારીને કારણે કોઈ અણબનાવ પણ બની શકે છે. અહીં તૂટેલા ડિવાઇડરને રિપેર કરવાની ખાસ જરૂર છે.’

આ બાબતે અન્ય એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં યુટર્ન દૂર હોવાને કારણે લોકો શૉર્ટકટ માટે આ તૂટેલા ડિવાઇડરનો ઉપયોગ કરતા જોવા મળે છે. આવાં તૂટેલાં ડિવાઇડરોમાંથી બાઇકરો રોડ ક્રૉસ કરે છે.

જો અહીંથી પસાર થવાની પાબંધી લગાડવામાં ન આવી તો આવા શૉર્ટકટ લોકોને હૉસ્પિટલ સુધી પહોંચાડી શકે છે. જોકે ટ્રાફિક-પોલીસનો પણ અભાવ હોવાથી અહીં વગર કોઈ ભયે ચાલકો આરામથી પસાર થતા હોય છે. અહીં ટ્રાફિક-પોલીસ વહેલી તકે રોક લગાવે એ ખૂબ જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK