એક જ પરિવારના ૪ જણ સ્વાહા

સાંતાક્રુઝની ચાલમાં એક રૂમમાં લીક થતા ગૅસ-સિલિન્ડરમાં બ્લાસ્ટને પગલે આગ લાગી ગઈ : એક મહિલા બાલ્કનીમાંથી કૂદીને બચી ગઈ

cylinder blast



ઉર્વી શાહ


સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ગોલીબાર રોડ પર આવેલી મણિલાલ ચાલ-નંબર ૪માંની ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરની એક રૂમમાં ગઈ કાલે સવારે સવાદસ વાગ્યે ગૅસ-સિલિન્ડરને બદલવા જતાં થયેલા લીકેજને લીધે ધડાકો થયો હતો. ધડાકા બાદ રૂમમાં આગ ફાટી નીકળતાં ૧૦ જણના દીક્ષિત પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ ચાલ સાંકડી ગલીમાં હોવાથી રહેવાસીઓને બચાવકાર્યમાં અનેક મુશ્કેલી પડી હતી. આગમાં એક મહિલાને બચાવવા માટે કૂદેલી પાડોશની બે મહિલાઓ પણ ખરાબ રીતે દાઝી ગઈ હતી. આ ત્રણેય મહિલાઓમાંથી શૈલજા દીક્ષિત ૯૦ ટકા દાઝી ગઈ હતી અને તેને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત ગંભીર છે. બચાવવા ગયેલી બે મહિલાઓને નજીકની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે. આગ લાગ્યા બાદ આ પરિવારની એકમાત્ર મહિલા નંદિની બાલ્કનીમાંથી કૂદીને નીકળી જતાં બચી ગઈ હતી.

બનાવની વિગત આપતાં આ જ ચાલમાં રહેતા સુરેશ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સવારે ઑફિસ જવા નીકળતો હતો ત્યારે એક જોરદાર ધડાકો સંભળાયો હતો. મેં જોયું કે મારી બાજુના જ ઘરમાં આગ લાગી ગઈ હતી અને બૂમાબૂમ થઈ રહી હતી. પછીથી ખબર પડી કે પાડોશમાં ગૅસ-સિલિન્ડર બદલાઈ રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો. બનાવ બન્યા બાદ પણ ગૅસ ચાલુ હતો. અમારી ગલી ખૂબ સાંકડી હોવાથી ફાયર-બ્રિગેડ અંદર આવી શકે એમ નહોતી. અમે પાણીથી આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પણ એ દરમ્યાન ભડકો થઈને આગ ભડકી હતી. ધુમાડામાં કાંઈ જ દેખાતું નહોતું. પહેલાં તો અમે લોખંડના સળિયા વડે સિલિન્ડરને બહાર ફેંક્યું હતું. ત્યાર બાદ પરિવારના સભ્યોને બચાવવા ગયા હતા. જોકે એ વખતે સખત વાસ આવતી હતી, કારણ કે પરિવારના સભ્યો આગમાં બળી ગયા હતા. તેમની બૉડી ઊંચકી શકાય એવી નહોતી રહી. રૂમની અંદર બે ભાઈઓ અને બે પુત્રો સાવ બળી ગયા હતા. જેમ તેમ કરી તેમની બૉડીઓને ચાદરમાં મૂકીને બહાર લઈ આવ્યા હતા. ઉપરના માળે સૂતેલાને બચાવવા અમે છાપરું તોડવાની કોશિશ કરી હતી, પણ એમાં અમે નિષ્ફળ ગયા હતા. ઉપર જવાનો લોખંડનો દાદરો સખત ગરમ થઈ ગયો હતો એટલે ઉપર જઈ શકાય એમ નહોતું. આખરે બધી બૉડીઓને અમે ચાદરમાં મૂકીને હૉસ્પિટલ લઈ ગયા હતા.’

૪૬ વર્ષનો કપિલ દીક્ષિત, ૪૪ વર્ષનો રાજદેવ દીક્ષિત તથા તેના બે પુત્રો ૧૮ વર્ષનો યશવંત દીક્ષિત અને ૨૦ વર્ષનો જિતેન્દ્ર દીક્ષિત આગમાં બળી જતાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે આ પરિવારની શૈલજા દીક્ષિત ૮૦ ટકા બળી ગઈ છે. તેને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર છે. તેને બચાવવા ગયેલી તેની બે પડોશની મહિલાઓ ૩૮ વર્ષની શોભા નેગી અને ૪૫ વર્ષની સુશીલા વિશ્વકર્મા પણ દાઝી ગઈ હતી. તેમને સુધરાઈની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે. ડૉક્ટરના કહેવા મુજબ શૈલા દીક્ષિતની હાલત નાજુક છે. આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK