રાજકીય ભડકો

કૉન્ગ્રેસે મુંબઈનું ત્રિભાજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને થયો...

fire

કૉન્ગ્રેસ કહે છે કે શહેરની વસ્તીને ધ્યાનમાં લેવા સારી રીતે વહીવટ કરવો આવશ્યક : શિવસેનાએ કહ્યું કે આજે મુંબઈના ત્રિભાજનની વાત કરનારા કાલે મહારાષ્ટ્રના ત્રિભાજનની વાત કરશે

વિપુલ વૈદ્ય


વિધાનસભાના શિયાળુ સત્રમાં ગઈ કાલે મુંબઈના ત્રિભાજનનો મુદ્દો માંડવામાં આવતાં ભારે ધમાલ થઈ હતી. BJP અને શિવસેનાએ કૉન્ગ્રેસ દ્વારા માંડવામાં આવેલા આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો હતો અને આને રાજકારણ ગણાવ્યું હતું, જ્યારે કૉન્ગ્રેસે નાગરિકોને સારી સુવિધા મળે એ માટેની આવશ્યકતા ગણાવી હતી.

સાકીનાકાના ખૈરાની રોડ પર એક ફરસાણની દુકાનમાં આગ લાગી અને એમાં ૧૨ વ્યક્તિનાં મોત નીપજ્યાં એના પર ચાલી રહેલી ચર્ચા દરમ્યાન મુંબઈના કૉન્ગ્રેસી વિધાનસભ્ય નસીમ ખાને એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે મુંબઈના સારા વહીવટ માટે એનું ત્રિભાજન કરી નાખવું જોઈએ, જેને પગલે આખી ધમાલ થઈ હતી.

આ ધમાલ વિશે માહિતી આપતાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય નસીમ ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો મુદ્દો એવો હતો કે મુંબઈની વસ્તી અત્યારે પોણાબે કરોડ પર પહોંચી ગઈ છે અને એમાં રોજ ૬૫થી ૭૫ લાખ જેટલું ફ્લોટિંગ પૉપ્યુલેશન આવતું હોય છે. આટલી મોટી સંખ્યામાં લોકોને પાયાભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એક કમિશનરેટ પૂરતું નથી. જો કલેક્ટરેટનું વિભાજન ૧૯૯૨માં થયું એનાથી મુંબઈની અખંડતાને કોઈ નુકસાન નથી થયું તો પછી પાલિકાનું ત્રિભાજન કરવાથી કેવી રીતે અસર થશે? મારા યોગ્ય મુદ્દાને સમર્થન આપવાને બદલે BJPએ ધમાલ કરી હતી. વાસ્તવમાં ગુજરાતમાં જે પરિણામો આવ્યાં છે એનાથી BJP ગભરાઈ ગઈ છે અને એથી એણે આ મુદ્દે ખોટી ધમાલ કરી હતી. શિવસેના તો મોડી જાગી હતી. એને પણ મુંબઈગરા પ્રત્યે કોઈ પ્રેમ નથી. એને ડર છે કે મુંબઈ પર એની સત્તાને કારણે જે દબદબો મળે છે એ મળશે નહીં એટલે તેઓ આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે મુંબઈની હાલત એવી છે કે નથી સારા રસ્તા કે નથી લોકોને પાણી મળતું. આવી સ્થિતિને સુધારવી હોય તો ત્રિભાજન આવશ્યક નથી લાગતું? ત્રણ કમિશનરેટ હોય તો શું લોકોને સારી સુવિધા નહીં મળે?’

કૉન્ગ્રેસ આ મુદ્દે રાજકારણ કરી રહી છે એમ જણાવતાં BJPના વ્હિપ રાજ પુરોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાસ્તવમાં મુંબઈના વહીવટને ચલાવવા માટે પાંચ IAS અધિકારીઓ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત DMC અને AMCનું આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આમ છતાં વહીવટ સુધારવો હોય તો મેયરને અને વૉર્ડ-સમિતિને વધુ સત્તા આપવાની વાત કરવી જોઈએ, પરંતુ નસીમ ખાને આ મુદ્દો ખોટા હેતુથી માંડ્યો હતો જેનો વિરોધ આશિષ શેલારે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અત્યારે બન્ને પક્ષના સંબંધો સારા ચાલી રહ્યા છે ત્યારે આ આગ લગાવવાનું કામ શું કામ કરો છો? મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાની તમારી માનસિકતા છે? BJPના વિધાનસભ્યો પહેલાં આક્રમક બન્યા હતા, બાદમાં શિવસેનાના વિધાનસભ્યો જાગ્યા હતા.’

NCPના અજિત પવારે નસીમ ખાનના મુદ્દાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ‘મુંબઈના ત્રિભાજનથી મુંબઈ અલગ નથી થઈ જવાનું, પુણેનું પણ વિભાજન થયું છે. થાણેમાં પહેલાં એક જ મહાનગરપાલિકા હતી અત્યારે સાત છે. સારા વહીવટની વાત થઈ રહી છે.’

શિવસેનાના નાંદેડ જિલ્લાના દેગલુરના વિધાનસભ્ય સુભાષ સાબણેએ નસીમ ખાનના પ્રસ્તાવની જોરદાર ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે ‘આજે મુંબઈનું ત્રિભાજન કરવાની વાત કરનારા આવતી કાલે મહારાષ્ટ્રનું ત્રિભાજન કરવાની વાત કરશે. વિભાજનવાદી માનસિકતા ધરાવતી કૉન્ગ્રેસનો અમે ધિક્કાર કરીએ છીએ.’

આ આખા મુદ્દા વિશે માહિતી આપતાં BJPના મુંબઈના વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે અને એ અવિભાજ્ય રહેવું જોઈએ. અખંડ મુંબઈસહ મહારાષ્ટ્ર માટે ૧૦૮ લોકોએ બલિદાન આપ્યાં છે, તેમનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ. દિલ્હી અને મુંબઈની સરખામણી ન કરી શકાય કેમ કે દિલ્હી રાજ્ય છે અને મુંબઈ મહાનગરપાલિકા. સારા વહીવટ માટે એટલું કરી શકાય કે ત્રણેય ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મુખ્યાલયમાં કમિશનરની પાસે બેસી રહે છે એને બદલે તેમને પોતપોતાના ઝોનમાં અલગ-અલગ બેસાડવા જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK