આવું બસ-સ્ટૉપ શું કામનું?

અંધેરી-વેસ્ટમાં બસ-સ્ટૉપની અંદર સાઇકલો પાર્ક કરવામાં આવતી હોવાથી તથા બેસવાની સીટો જ નથી એટલે પ્રવાસીઓને ભારે મુશ્કેલી

bus stop

બસ-સ્ટૉપમાં બેસવાની સીટો નથી. બસ-સ્ટૉપની અંદર પાર્ક કરવામાં આવેલી સાઇકલો.



ઉર્વી શાહ

અંધેરી-વેસ્ટમાં MA માર્ગ પર આવેલું બસ-સ્ટૉપ માત્ર નામપૂરતું જ રહી ગયું છે, કેમ કે અંદર બેસવા માટેની વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓએ ઊભા રહેવું પડે છે. વળી આ બસ-સ્ટૉપની અંદર સાઇકલો પણ પાર્ક કરવામાં આવે છે જેને કારણે લોકોને બસ-સ્ટૉપની બહાર ઊભા રહેવાની ફરજ પડે છે. આ બસ-સ્ટૉપની આવી ખરાબ હાલતને એક વર્ષ થઈ ગયું હોવા છતાં હજી સુધી એને સુધારવામાં આવ્યું નથી. એક વર્ષથી બસ-સ્ટૉપની બદતર હાલત હોવા છતાં પ્રશાસનને હજી સુધી રિપેર કરવા ટાઇમ મળ્યો નથી.

 આ બાબતે ફરિયાદ કરતાં એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીંથી બસ પકડવાની હોય ત્યારે કાયમ ત્રાસ રહે છે, કેમ કે બસને આવવાને વાર હોય ત્યારે અહીં બેસવા માટેની સીટો જ ન હોવાથી ફરજિયાતપણે અમારે ઊભા રહેવું પડે છે. લાંબા સમય સુધી ઊભા રહેવાથી અમારા તો પગ પણ દુખવા લાગે છે. આ બસ-સ્ટૉપમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી ઉનાળા તથા ચોમાસામાં તો ખરાબ હાલત થાય છે. મહિનાઓ થયા હજી સુધી આ બસ-સ્ટૉપને રિપેર કરવામાં નથી આવ્યું. હજી કેટલા સમય સુધી બસ-સ્ટૉપની આવી જ હાલત રહેશે અને પ્રવાસીઓએ સફર કરવું પડશે? આટલું ઓછું હોય એમ બસ-સ્ટૉપની અંદર સાઇકલો પણ પાર્ક કરવામાં આવી રહી છે. અહીં પ્રશાસન દ્વારા નક્કર પગલાં ન ભરાતાં સાઇકલો પાર્ક થયેલી હોવાથી બસ-સ્ટૉપની અંદર ઊભા રહેવા માટે પણ પૂરતી જગ્યા મળતી નથી. પરિણામે આ બસ-સ્ટૉપ માત્ર નામપૂરતું જ રહી ગયું છે.’

અન્ય એક મહિલા-પ્રવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘હું લાંબા સમયથી અહીં ઊભી છું. બસ ટાઇમસર ન હોવાને કારણે અહીં સ્ટૉપની બહાર જ ઊભા રહેવું પડે છે. બસ-સ્ટૉપની અંદર બેસવા માટેની સગવડ ન હોવાથી ત્રાસ થાય છે. આવું બસ-સ્ટૉપ હોય એ કરતાં તો ન હોય એ જ સારું. આવું નામમાત્રનું બસ-સ્ટૉપ શું કામનું? બાળકો પણ ઊભા રહીને કંટાળી જતાં હોય છે. જો બેસવાની સીટો હોય તો બસ મોડી આવે તો પણ ઍટ લીસ્ટ અંદર શાંતિથી બેસી તો શકીએ. આ બસ-સ્ટૉપને નવું બનાવવાની સખત જરૂર છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK