નફ્ફટ રિક્ષાવાળા સામેની ફાઇટમાં ગુજરાતી યુવતીની મદદે આવ્યું મિડ-ડે

મિડ-ડેના ઉપરાઉપરી ફોન પછી સાંતાક્રુઝ પોલીસ અને ટ્રાફિક-પોલીસ સફાળી જાગી

taxi


રોહિત પરીખ


સાંતાક્રુઝમાં રહેતી અસ્મિ શાહ સાથે તેની સ્થૂળ કાયાને લીધે રિક્ષાવાળાએ પહેલી એપ્રિલે બપોરે સાડાબાર વાગ્યે તેની સાથે ગેરવર્તન કર્યું એ બદલ રિક્ષા-ડ્રાઇવર તેની માફી માગે અને ટ્રાફિક-પોલીસ વિભાગ તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે એવું અસ્મિ ઇચ્છે છે, જેથી ભવિષ્યમાં બીજો કોઈ રિક્ષા-ડ્રાઇવર તેની સાથે થયું એવું વર્તન કરતાં ડરે. જો કે ટ્રાફિક-વિભાગ કહે છે કે રિક્ષાને શોધવાનું કામ સાંતાક્રુઝ પોલીસનું છે, જ્યારે સાંતાક્રુઝ પોલીસ એ કામ ટ્રાફિક-વિભાગનું છે એમ કહી રહી છે. અસ્મિએ ઘટનાની નોંધ કરાવ્યાના પાંચ દિવસ પછી પણ પોલીસ રિક્ષા કે રિક્ષા-ડ્રાઇવરને શોધવામાં નિષ્ફળ રહી છે. જોકે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથે આ બન્ને વિભાગોએ વાતચીત કર્યા પછી કલાકોમાં જ અસ્મિની ફરિયાદ નોંધીને રિક્ષા-ડ્રાઇવરને શોધવા માટે એમની દોડાદોડી શરૂ થઈ ગઈ હતી.

જુહુમાં ટ્રાવેલિંગ એજન્સી ધરાવતી ૩૦ વર્ષની અસ્મિ શાહ ૧ એપ્રિલે તેના સાંતાક્રુઝના નિવાસસ્થાનથી તેની જુહુની ઑફિસ જવા નીકળી હતી. આ માટે તેણે ઘર પાસેથી રિક્ષા પકડી હતી. રિક્ષા સ્ટાર્ટ થયા પછી થોડી વારમાં ડ્રાઇવરે અસ્મિને સીટમાં વચ્ચે બેસવા કહ્યું હતું. આમ પણ અસ્મિને રસ્તામાંથી તેની મમ્મીને પિકઅપ કરવાની હોવાથી તે રિક્ષા-ડ્રાઇવર સાથે કોઈ પણ જાતની દલીલ કર્યા વગર રિક્ષાના ટાયરના ભાગ પરથી રિક્ષાની સીટ પર વચ્ચે જઈને બેસી ગઈ હતી.

ત્યાર પછી તેની સાથે બનેલા બનાવની વાત કરતાં અસ્મિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વચ્ચે બેઠા પછી મેં રિક્ષા-ડ્રાઇવરને કહ્યું કે આગળથી મારી મમ્મીને લેવાની છે. તરત જ રિક્ષા-ડ્રાઇવરે મને ઝટકો આપતાં કહ્યું કે તમારી મમ્મીનું શરીર પણ તમારા જેવું જ છે? આ સવાલથી હું ચોંકી ગઈ હતી. મેં તરત જ તેને તેની ભાષા પર કાબૂ રાખવા કહ્યું હતું. તેણે મને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે હું સ્થૂળકાય વ્યક્તિને મારી રિક્ષામાં બેસાડતો નથી. તેની આ વાતથી મને વધારે મોટો ઝટકો લાગ્યો હતો. અમારી વચ્ચે દલીલો થઈ હતી જેણે લીધે તેણે મને રિક્ષામાંથી ઊતરી જવા કહ્યું હતું.’

મારે ઑફિસમાં મીટિંગ હોવાથી મોડું થતું હતું એમ જણાવતાં અસ્મિએ કહ્યું હતું કે ‘મેં તેને ગુસ્સામાં કહ્યું કે હું તારી આ વતૂર્ણક માટે પોલીસમાં ફરિયાદ કરીશ. એની સામે તેણે મને જવાબ આપ્યો હતો કે તારાથી જે થાય એ કરી લે. હું તેના આ વર્તનથી કંટાળીને રિક્ષામાંથી ઊતરી ગઈ હતી. મેં તેનો ફોટો લેવાની કોશિશ કરી, પણ તેનો ફોટો નહોતી પાડી શકી. સદ્નસીબે હું તેની રિક્ષાની નંબરપ્લેટનો ફોટો લેવામાં સફળ થઈ હતી.’

અસ્મિએ ત્યાર પછી સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં અને ટ્રાફિક-પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર પછી અસ્મિએ આ બાબતની ફરિયાદ મુંબઈ પોલીસના ટ્વિટર પર પણ કરી હતી. એના જવાબમાં પોલીસે તેને આ ફરિયાદ ટ્રાફિક-પોલીસને કરવા જણાવ્યું હતું. ટ્વિટર પર આવેલા જવાબમાં પોલીસે અસ્મિને કહ્યું હતું કે ‘આ ફરિયાદ ટ્રાફિક-પોલીસને કરવાથી તેઓ એ રિક્ષા-ડ્રાઇવરને શોધીને તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશે. પોલીસ તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી નહીં કરી શકે.’

ટ્વિટર પર મળેલા જવાબ પછી અસ્મિ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં આ વિશેની ફરિયાદ કરવા ગઈ હતી. આ સંદર્ભમાં અસ્મિએ કહ્યું હતું કે ‘સાંતાક્રુઝ પોલીસે મને મારી ફરિયાદ બાબતમાં સહકાર આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ આજ સુધી એણે રિક્ષા શોધવા માટેની કોઈ કાર્યવાહી કરી નહોતી. ત્યાંની પોલીસે આના માટે મને જ ટ્રાફિક-વિભાગમાં ફરિયાદ કરવા ગઈ કાલે જણાવ્યું હતું. જોકે બુધવારના આખા દિવસમાં ‘મિડ-ડે’ તરફથી આ મુદ્દા પર ટ્રાફિક-વિભાગ અને પોલીસ સાથે વાતચીત કરવાને કારણે આ બન્ને વિભાગો અમારી ફરિયાદ નોંધવા માટે તૈયાર થઈ ગયા હતા.’

આ સંદર્ભની માહિતી આપતાં અસ્મિના પિતા વિજય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજના અમે ફરીથી સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશને મળવા ગયા ત્યારે સિનિયર ઇન્સ્પેક્ટરે અમારી વાત શાંતિથી સાંભળી હતી. તેમણે અમને અમારી ફરિયાદની FIR નહીં, પણ ફક્ત ફ્ઘ્ જ થશે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે પાંચ દિવસ બાદ રિક્ષા-ડ્રાઇવરની સામે ફ્ઘ્ લીધી હતી. ટ્રાફિક-વિભાગમાંથી અમને બેથી ત્રણ વાર ફોન આવી ગયા હતા. તેમણે અમારી પાસે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં થયેલી ફ્ઘ્ની કૉપી વૉટ્સઍપ પર મગાવી હતી. તેમણે અમને તેઓ વહેલી તકે રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ ઍક્શન લેશે એવું આશ્વાસન આપ્યું હતું.’

ashmi shah

ટ્રાફિક-વિભાગની સ્પષ્ટતા

આખા બનાવ બાબતમાં ટ્રાફિક-વિભાગના ઍડિશનલ પોલીસ-કમિશનરની ઑફિસના અધિકારી ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિક્ષા-ડ્રાઇવરે યુવતી સાથે જે વર્તન કર્યું એ માફીને પાત્ર નથી. ટ્રાફિક-ઍક્ટ પ્રમાણે રિક્ષા કે ટૅક્સી-ડ્રાઇવર કોઈ પણ પૅસેન્જરને ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવા માટે ઇનકાર કરી શકતા નથી. પૅસેન્જરને બેસાડવાનો અને તેના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવાનો ઇનકાર કરનાર ડ્રાઇવરને ટ્રાફિક-પોલીસ ૧૦૦થી ૨૦૦ રૂપિયાનો દંડ કરી શકે છે.’

અસ્મિ શાહના બનાવ વિશે ગાયકવાડે કહ્યું હતું કે ‘અસ્મિ શાહને રિક્ષા-ડ્રાઇવરે બેસાડવાનો ઇનકાર કર્યો નથી, તેની સ્થૂળ કાયા વિશે કમેન્ટ કરીને તેણે અસ્મિનું અપમાન કર્યું છે. આ માટે અસ્મિની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસે લેવી જોઈએ. તેની ફરિયાદ લૉ ઍન્ડ ઑર્ડર હેઠળ આવે છે. એ ફરિયાદ લેવાનો સાંતાક્રુઝ પોલીસ ઇનકાર કરી શકે નહીં. તેમણે તેની ફરિયાદ લેવી જ જોઈએ અને રિક્ષા-ડ્રાઇવરને શોધીને તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ.’

આ વાતચીત બાદ તેમણે અસ્મિને ફોન કરીને તેઓ વહેલામાં વહેલી તકે રિક્ષા-ડ્રાઈવર પર ઍકશન લેશે એમ કહ્યું હતું.

સાંતાક્રુઝ પોલીસનો બચાવ

અસ્મિનું રિક્ષા-ડ્રાઇવરે અપમાન કર્યા પછી સાત દિવસ બાદ અસ્મિ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ કરવા ગઈ હતી. એ પહેલાં તેણે મુંબઈ પોલીસના ટ્વિટર પર ફરિયાદ મોકલી હતી. અસ્મિની ફરિયાદ લેવાનો સાંતાક્રુઝ પોલીસે ઇનકાર કર્યો હતો, પણ સહકાર આપવાની ખાતરી આપી હતી. જોકે એના પાંચ દિવસ પછી પણ સાંતાક્રુઝ પોલીસ રિક્ષા-ડ્રાઇવરને શોધી શકી નથી. આ સંદર્ભમાં સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શાંતનુ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી અનેક મહેનત પછી પણ અમને રિક્ષા-ડ્રાઇવરનો કે રિક્ષાનો પત્તો લાગ્યો નથી. અમે તેને શોધી રહ્યા છીએ. આ કામ ટ્રાફિક-વિભાગનું છે. હજી સુધી અમને અસ્મિની ઑફિશ્યલ ફરિયાદ મળી નથી. અમે આ બાબતમાં તપાસ કરી રહ્યા છીએ.’

જોકે ગઈ કાલે આ વાતચીત પછી તેમણે અસ્મિની રિક્ષાના ડ્રાઇવર વિરુદ્ધની ફરિયાદની નોંધ લીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK