CDR કૌભાંડમાં ડિટેક્ટિવ KKની સાંતાક્રુઝથી ધરપકડ

મિડ-ડેના વાચક અને મિડ-ડેની રિપોર્ટરની મદદથી પોલીસે પકડી લીધો ફરાર ડિટેક્ટિવને

kk

મમતા પડિયા

મોબાઇલ ફોનના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ (CDR) કંપની પાસેથી ગેરકાયદે મેળવીને એનું વેચાણ કરવાના કૌભાંડમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ડિટેક્ટિવની શનિવારે રાતે સાંતાક્રુઝથી ધરપકડ કરી હતી. આ કેસમાં વૉન્ટેડ અને KKના નામથી ડિટેક્ટિવ વર્લ્ડમાં જાણીતો કીર્તેશ કવિ સાંતાક્રુઝમાં તેના મિત્રના ઘરે શરાબ પીવા બેઠો હતો ત્યારે પોલીસની જાળમાં ફસાયો હતો. CDR કૌભાંડમાં અત્યાર સુધી થાણે ક્રાઇમ બ્રાન્ચે નવ જણની ધરપકડ કરી છે.

છેલ્લાં ૨૮ વર્ષથી ગોરેગામમાં કૉસ્મોપૉલિટન ડિટેક્ટિવ એજન્સી ચલાવતા KKની ગેરકાયદે CDR વેચવા અને ખરીદવાના મામલે બાંદરા પોલીસે ગયા વષ્ોર્ જાન્યુઆરી-૨૦૧૭માં ધરપકડ કરી હતી. જોકે અમુક જ દિવસમાં તેને જામીન મYયા હતા. થાણે ક્રાઇમ બ્રાન્ચ એક અઠવાડિયાથી KKને શોધી રહી હતી. શનિવારે સાંજે ‘મિડ-ડે’ના એક વાચકે આપેલી માહિતીને ‘મિડ-ડે’ની આ રિપોર્ટરે થાણેના પોલીસ-કમિશનર પરમવીર સિંહ સુધી પહોંચાડી હતી અને એને પગલે થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઑપરેશન માટે રવાના કરવામાં આવી હતી અને એની સાથે ‘મિડ-ડે’ની આ રિપોર્ટરને સતત સંપર્કમાં રાખવામાં આવી હતી.

બાતમીદારે છેલ્લી ઘડી સુધી અમને શકમંદનું નામ નહોતું આપ્યું એમ જણાવીને DCP અભિષેક ત્રિમુખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમ છતાં અમે CDR કેસમાં કોઈ ચાન્સ લેવા નહોતા માગતા એથી બાતમીદાર અને ‘મિડ-ડે’ પર વિશ્વાસ રાખીને ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-એકના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેની ટીમના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સમીર અહિરાવ, કૉન્સ્ટેબલ સુનીલ જાધવ અને રવિ કાટકરને ઑપરેશન માટે રવાના કરવામાં આવ્યા હતા.’

સાંતાક્રુઝ (ઈસ્ટ)માં ગોલીબાર હનુમાન રોડ ખાતે અમારી ટીમ રાતે નવ વાગ્યે પહોંચી હતી એમ જણાવીને નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાતમીદારને વિશ્વાસમાં લેતાં આખરે શકમંદનું નામ કીર્તેશ કવિ હોવાની જાણ થઈ હતી. સિંહ હાઉસમાં કીર્તેશ તેના મિત્રના ઘરની ટેરેસમાં શરાબ પીવા બેઠો હતો. દોઢ-પોણાબે કલાક સુધી રાહ જોયા બાદ કીર્તેશની ધરપકડ કરવામાં આવી હતી. CDRના કેસમાં અગાઉ પકડાયેલા પ્રશાંત પાલેકરની પૂછપરછ દરમ્યાન કીર્તેશ કવિનું નામ જાણવા મળ્યું હતું. કીર્તેશ પાસે છ જણનો સ્ટાફ છે. તે ક્લાયન્ટ પાસેથી ઓછામાં ઓછી ફીપેટે પચીસ હજાર રૂપિયા લેતો હતો. ડિટેક્ટિવ બનતાં પહેલાં કીર્તેશ કસ્ટમ્સ અને પોલીસ માટે બાતમીદારનું કામ કરતો હતો. ત્યાર બાદ તેણે મેટ્રોપૉલિટન ડિટેક્ટિવ એજન્સી શરૂ કરી, પરંતુ કેટલાક વિવાદ થતાં એજન્સી બંધ કરવામાં આવી હતી. એ પછી કીર્તેશે ગોરેગામ (ઈસ્ટ)માં કૉસ્મોપૉલિટન ડિટેક્ટિવ એજન્સી શરૂ કરી હતી. CDR કૌભાંડના માસ્ટરમાઇન્ડ સૌરભ સાહૂ સાથે અન્ય બે ડિટેક્ટિવની શોધ પોલીસ કરી રહી છે. ’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK